Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 14 April 2025
webdunia

ઉપવાસના સાતમો દિવસે કનુભાઈ કળસરિયાએ હાર્દિક સાથે કરી મુલાકાત

Haedik patel seventh day
, શુક્રવાર, 31 ઑગસ્ટ 2018 (12:41 IST)
હાર્દિક પટેલને ઉપવાસનો આજે સાતમો દિવસ છે. હાર્દિકે પ્રવાહી લેવાનું પણ બંધ કરી દીધું છે. બીજી તરફ આજે પાસ તરફથી હાર્દિક પટેલને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યો હોવાની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે. શુક્રવારે હાઇકોર્ટના જસ્ટિસ આર.પી. ધોલરિયાએ આ અરજી નોટ બિફોર મી કરી હતી. કોંગ્રેસ નેતા તેમજ ખેડૂત આગેવાન કનુભાઈ કળસરિયા હાર્દિક પટેલને મળવા માટે પહોંચ્યા હતા. કનુભાઈએ કહ્યું કે, "ગરીબ, મધ્યમવર્ગ અને ખેડૂતો માટે લડતા લોકોને સરકારે સાંભળવા જોઈએ. હાર્દિક અન્નજળનો ત્યાગ કરીને નિસ્વાર્થ ભાવે લડત લડી રહ્યો છે. હાર્દિક પ્રત્યે લાગણી હોવાથી લોકો અહીં આવી રહ્યા છે પરંતુ તેમને રોકવામાં આવી રહ્યા છે. આ લડત આઝાદી માટેની લડત છે. લોકશાહી માટે આ બરાબર નથી. હાર્દિકને જોઈને હું ભાવુક થઈ ગયો હતો. મેં પણ બે વખત ઉપવાસ કરેલા છે એટલે સારી રીતે જાણું છું કે આ ખરેખર કેટલું મુશ્કેલ છે. સુપ્રીમની ટકોર હોવા છતાં સરકારના કાન બહેરા છે. સરકારને કંઈ સારું સુઝે તે માટે પ્રાર્થના કરીએ. શનિવારે સોલા સિવિલની ટીમ તરફથી હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ડોક્ટરની ટીમના જણાવ્યા પ્રમાણે હાર્દિક પટેલના તમામ રિપોર્ટ નોર્મલ જણાયા છે. જોકે, હાર્દિકે બ્લડ સેમ્પલ લેવાનો ઇન્કાર કરી દીધો છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે શુક્રવાર કરતા શનિવારે હાર્દિકના વજનમાં 900 કિલોગ્રામનો ઘટાડો થયો છે. હાલ હાર્દિકનું વજન 71.9 કિલોગ્રામ છે.પાટીદાર અનામત આંદોલન સમિતિએ હાઇકોર્ટમાં અરજી કરી છે, જેની આજે સુનાવણી કરવામાં આવશે. અરજીમાં આક્ષેપ લગાવવામં આવ્યો છે કે પોલીસ હાર્દિકના ઘરે જીવન જરૂરી સામાન પણ પહોંચવા નથી દેતી. દૂધ-શાકભાજી, પાણી સહિતની વસ્તુઓ પોલીસ અટકાવી રહી છે. આ ઉપરાંત હાર્દિકને મળવા આવતા લોકોને પણ પરેશાન કરવામાં આવી રહ્યા છે.હાર્દિક છેલ્લા સાત દિવસથી ઉપવાસ કરી રહ્યો છે. શુક્રવારે તેનું વજન કરવામાં આવતા તેમાં અત્યાર સુધી સાડા ચાર કિલોનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે હાર્દિકનું બ્લડ પ્રેશર અને સુગર લેવલ નોર્મલ આવ્યું હતું. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રૂપિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો, ડોલર સામે રૂપિયો પહોંચ્યો 71ના પાર