ન્યૂ જર્સી ખાતે ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં 23 ફિલ્મો રજુ થઈ, જાણો કોને મળ્યો એવોર્ડ

સોમવાર, 6 ઑગસ્ટ 2018 (12:58 IST)
આ વખતે અમેરિકાના ન્યૂ જર્સી ખાતે ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. 3થી5 ઓગષ્ટ સુધી આ ફેસ્ટિવલમાં વિવિધ પ્રકારની ગુજરાતી ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી હતી જેમાં ડોક્યુમેન્ટ્રી, શોર્ટ ફિલ્મ, ગુજરાતી ફિચર ફિલ્મનો સમાવેશ થયો હતો. કુલ આંકડો જોઈએ તો આ ફેસ્ટિવલમાં વિવિધ પ્રકારની 23 ફિલ્મો દર્શાવવામાં આવી હતી. આ ફિલ્મો જોવા માટે અમેરિકામાં ત્રણ દિવસમાં 5 હજારથી વધુ લોકોએ ફિલ્મ જોવાની તક મેળવી હતી. પાંચમી ઓગષ્ટે ફિલ્મ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન સફળ થયા બાદ આઈજીએફએફ દ્વારા આવતા વર્ષે હોલિવૂડના વેન્યૂ પર મોટું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આવતા વર્ષે આ જ કાર્યક્રમ હવે લોસ એન્જલસ ખાતે યોજાશે. આ ફેસ્ટિવલમાં જે ફિલ્મો અને વિવિધ લોકોને એવોર્ડ મળ્યાં છે તે નીચે મુજબ છે. 

બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ માટે બહેરૂપી નામની ફિલ્મને એવોર્ડ મળ્યો હતો. જ્યારે બેસ્ટ શોર્ટ ફિલ્મ માટે રમત ગમત ફિલ્મને એવોર્ડ મળ્યો હતો.  ફેરાફેરી હેરાફેરી ફિલ્મને બેસ્ટ સ્ક્રિન પ્લે માટે જીતેન્દ્ર પરમારને એવોર્ડ મળ્યો હતો, ઓક્સિજન ફિલ્મ માટે બેસ્ટ સ્ટોરીનો ચિન્મય પુરોહિતને એવોર્ડ આપવામાં આવ્યો હતો. બેસ્ટ મ્યુઝિકમાં સચીન જીગર, બેસ્ટ એક્ટર તરીકે દિક્ષા જોશી અને કરસનદાસ પે એન્ડ યુઝના લીડ એક્ટર મયુર ચૌહાનને એવોર્ડ આપવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ ફિલ્મ તરીકે રેવાને એવોર્ડ મળ્યો હતો જ્યારે મલ્હાર ઠક્કરને વાડીલાલ ઓફ ધ યર તરીકેનો એવોર્ડ મળ્યો હતો. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ રાજકોટનાં 40 સ્પામાં દરોડા 45 વિદેશી મહિલાઓ મળી