Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

MP News: સાગરમાં કૂતરાએ લીધો ગઝબનો બદલો, ડ્રાઈવરે ટક્કર મારી તો ગાડીને શોધીને કોતરી નાખી, જુઓ Viral Video

dog justice
, બુધવાર, 22 જાન્યુઆરી 2025 (13:27 IST)
dog justice_image source_video X 
Dog's Justice: મઘ્યપ્રદેશ (Madhya Pradesh)ના સાગર (Sagar) માં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. જેને સાંભળીને લોકો હેરાન છે. ઉલ્લેખનીય છે કે અહી એક વ્યક્તિએ એક કૂતરાને રસ્તામાં પોતાની ગાડીથી ઠોકર મારી દીધી. એ સમયે તો કૂતરો ભાગી ગયો, પણ કૂતરાએ ગાડી પર ચઢીને પોતાના બંને પંચથી કારને કોતરવી શરૂ કરી દીધી. જેનો વીડિયો ઝડપથી વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. જેને જોઈને લોકો કહી રહ્યા છે કે વ્યક્તિ જ નહી પણ જાનવર (Animal) પણ પોતાની સાથે થયેલી ઘટનાનો બદલો લે છે. 
 
પરિવારને નહી પહોચાડ્યુ નુકશાન 
સાગર શહેરમાં ઘરેથી નીકળતી વખતે એક કાર ચાલકે કૂતરાને ટક્કર મારી દીધી હતી. ત્યારબાદ કૂતરાએ ટક્કર મારનારી કાર સાથે રીતસરનો બદલો લીધો. તે આખો દિવસ માલિકની ઘરની બહાર રાહ જોતો  રહ્યો. રાત્રે જેવી જ કારનો માલિક ગાડી ઉભી કરીને જતો રહ્યો તો રાત્રે લગભગ દોઢ વાગે ઘરની બહાર પાર્ક ગાડીને આ કૂતરાએ ચારેબાજુથી પંજા વડે કોતરી નાખી. કૂતરાની આ હરકત બહાર લાગેલા સીસીટીવી કેમરામાં કેદ થઈ ગઈ છે. જેને જોઈને કાર માલિકનો આખો પરિવાર હેરાન છે. જો કે બદલો લેનારા કૂતરાએ કાર ચાલક કે તેના પરિવારને કોઈ નુકશાન પહોચાડ્યુ નથી. 

 
સીસીટીવી કેમરા પરથી ખુલ્યુ રહસ્ય 
ઘટન સાગર શહેરના તિરુપતિ પુરમ કોલોનીના રહેનારા પ્રહલાદ સિંહ ઘોષીના ત્યાની છે. તે 17 જાન્યુઆરીની બપોરે લગભગ 2 વાગે પરિવારને લઈને એક લગ્ન સમારંભમાં જવા ઘરમાંથી નીકળ્યો હતો. ઘરથી લગભગ 500 મીટર દૂર કોલોનીના એક મોડ પર ત્યા બેસેલા કાળા રંગના કૂતરાને કારની ટક્કર વાગી ગઈ. ત્યારબાદ તે ખૂબ દૂર સુધી ભસતો કાર પાછળ દોડતો રહ્યો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

VIDEO: દેવભૂમિ દ્વારકામાંથી અતિક્રમણમાંથી મુક્ત કરાવ્યા 7 ટાપૂ, હટાવ્યા 36 ધાર્મિક અને વ્યવસાયિક નિર્માણ