Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Summer Solstice- 21 મી જુન લાંબામાં લાંબો દિવસ

longest day
, શુક્રવાર, 21 જૂન 2024 (10:25 IST)
Summer Solstice- સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ દિવસને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકોએ 20મી માર્ચે દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યા બાદ હવે 21મી જૂને વર્ષના સૌથી લાંબા એટલે કે, 13 કલાક 14 મિનિટના દિવસનો અનુભવ કરશે.
 
‘જાથા’ના રાજ્ય ચેરમેન જયંત પંડયાએ જણાવ્યું હતું કે, સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઇ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. તેના કારણે તા. 21મી જૂને દિવસ લાંબામાં લાંબો થાય છે. 22મી જૂનથી સૂર્ય દિવસ ટૂંકો અને રાત લાંબી થવાની ગણતરી રહેશે.

21મી જૂનથી સૂર્ય દક્ષિણ તરફ પ્રયાણ કરતો હોવાથી તેને સૂર્યનું દક્ષિણાયન પણ કહેવામાં આવે છે. દિવસ રાતની લંબાઇ ચંદ્રની દિશા, ગતિ, સૂર્ય તરફ પૃથ્વીનો ઝૂકાવ અને સૂર્યનું પરિભ્રમણ ગતિ વગેરે પરિબળો પર આધારિત હોય છે જે સતત બદલાતા રહે છે.

પૃથ્વી પોતાની ધરી પર 23.5ને ખૂણે નમેલી હોય છે. પૃથ્વીનું માથું દક્ષિણ અને ઉત્તર તરફ નમેલું હોવાના કારણે પૃથ્વીવાસીઓને ગરમી અને ઠંડીની મિશ્ર આબોહવાનો અનુભવ થાય છે. તેથી 21મી જૂન સંપાત એટલે કે વર્ષનો લાંબોમાં લાંબો દિવસ કહેવાય છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હજ દરમિયાન મૃત પામેલા લોકોનુ અંતિમ સંસ્કાર અહીયા થશે જાણો શા માટે