યૂપીની 80 સીટોના પરિણામ આવવા શરૂ થયા છે. સૌની નજર INDIA ગઠબંધન ના ઉમેદવારનુ પ્રદર્શન સારુ ચાલી રહ્યુ છે. લોકસભા ચૂંટણીમાં યૂપીમાં સમાજવાદી પાર્ટી આગળ ચાલી રહી છે.
કન્નૌજઃ આ સીટ 1999થી સપા જીતી રહી હતી. 2019માં ભાજપના સુબ્રત પાઠકે ટેબલો ફેરવ્યા હતા. આ વખતે ભાજપ અને અખિલેશ યાદવ વચ્ચે ગાઢ મુકાબલો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી અખિલેશ યાદવ આગળ છે.
5- મૈનપુરીઃ સપા 2009થી સતત મૈનપુરી સીટ જીતી રહી છે. દરેક ચૂંટણીમાં હિન્દુ-મુસ્લિમ વોટબેંકનું ધ્રુવીકરણ થાય છે. આ વખતે ડિમ્પલ યાદવની સામે મંત્રી જયવીર સિંહ છે. સમાચાર લખાય છે ત્યાં સુધી ડિમ્પલ યાદવ આગળ છે.
અમેઠી - અમેઠીથી કોંગ્રેસ ઉમેદવાર કિશોરી લાલ શર્મા આગળ ચાલી રહ્યા છે. આ સીટ પર થી કેન્દ્રીય મંત્રી
સ્મૃતિ ઈરાની પાછળ થઈ ગઈ છે. મૈનપુરી સીટ સપા ઉમેદવાર ડિમ્પલ યાદવ 11 હજાર વોટથી આગળ ચાલી રહી છે.
સમાચાર લખતા સુધી બપોરે 1.51 મિનિટ પર
અખિલેશ યાદવ 297330 (+ 81883) પર લીડ કરી રહ્યા છે.
ડિંપલ યાદવ - 400280 (+ 140966) થી લીડ કરી રહી છે.
સ્મૃતિ ઈરાની - 194384 ( -75117) વોટોથી પાછળ
ટૂંકમાં સમાજવાદી પાર્ટી શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. યૂપીમાં એનડીની 45 સીટો પર આગળ છે.. જ્યારે કે ઈંડિયા ગઠબંધન 34 સીટો પર આગળ છે. આ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના પરિવારમાંથી પાંચ લોકો ચૂંટણી મેદાનમાં છે.
યાદવ પરિવારે બનાવી બઢત - ઉત્તરપ્રદેશની મૈનપુરી, કન્નોજ, ફિરોજાબાદ, બદાયૂ અને આજમગઢ લોકસભા સીટ પર યાદવ પરિવારના સભ્યો ચૂંટણી મેદાનમાં છે અને આ સીટો પર તેમણે બઢત બનાવી છે. મૈનપુરી લોકસભા સીટ્ પર ડિપલ યાદવ સતત આગળ બનેલી છે.. આ સીટ પર બીજેપીનો મુકાબલો બીજેપીના જયવીર સિંહ છે. મૈનપુરી સપાના ગઢ માનીને જીત પાક્કી છે. બે વર્ષ પહેલા થયેલ પેટાચૂંટણીમાં ડિમ્પલ યાદવની રેકોર્ડતોડ જીત થઈ હતી.
બદાયૂ સીટ - આ રીતે બદાયૂ સીટ પર સપા નેતા આદિત્ય યાદવ આગળ ચાલી રહ્યા છે. પણ તેમનો દુર્વિજય સિંહ સાથે જોરદાર મુકાબલો છે. બંનેના મતોમાં વધુ અંતર નથી.
તે જ સમયે, આઝમગઢ સીટ પર સપાના ઉમેદવાર અને અખિલેશ યાદવના પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર યાદવ અને બીજેપીના દિનેશ લાલ નિરહુઆ વચ્ચે નજીકનો મુકાબલો છે. આ સીટ પર ક્યારેક સપા તો ક્યારેક બીજેપી આગળ ચાલી રહી છે.
ફિરોઝાબાદ સીટઃ અખિલેશ યાદવના પિતરાઈ ભાઈ અક્ષય યાદવ પણ ફિરોઝાબાદ સીટ પર આગળ ચાલી રહ્યા છે. તેઓ શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર વિશ્વદીપ સિંહ પર લીડ ધરાવે છે. સવારે 10.30 વાગ્યા સુધીમાં અક્ષય યાદવ ચાર હજાર મતોથી આગળ છે.