Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લોકસભા ચૂંટણી માટે બીજેપી ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર, ગુજરાતમાં અમિત શાહ સહિત આ 15 દિગ્ગજોને મળી ટિકિટ

BJP first list for loksabha
નવી દિલ્હીઃ , શનિવાર, 2 માર્ચ 2024 (18:43 IST)
BJP first list for loksabha
 છેલ્લા ઘણા દિવસોથી લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીની યાદીની રાહ જોવાઈ રહી હતી. તાજેતરમાં પાર્ટી કાર્યાલયમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની મેરેથોન બેઠક યોજાઈ હતી, આ બેઠક બાદ પ્રથમ યાદી તૈયાર કરવામાં આવી હતી. આ યાદી આજે જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ઘણા વર્તમાન સાંસદો અને મંત્રીઓની ટિકિટ કાપવામાં આવી છે. આ સાથે પાર્ટીએ ઘણા નવા ચહેરાઓ પર પણ જુગાર ખેલ્યો છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ આ ચૂંટણીઓમાં પાર્ટીની 370થી વધુ સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને આ યાદી બનાવવામાં આવી છે.

બે પૂર્વ મુખ્યમંત્રીને ટિકિટ આપવામાં આવી છે. જેમાં 28 મહિલાઓ, 47 યુવાનો, 27 એસસી, 18 એસટી અને 57 ઓબીસી ઉમેદવારો સામેલ છે.
 
આ યાદીમાં ઉત્તરપ્રદેશના 51, પશ્ચિમ બંગાળના 20, મધ્યપ્રદેશના 24, ગુજરાતના 15, રાજસ્થાનના 15, કેરળના 12, તેલંગાણાના 9, આસામના 11, દિલ્હીના 5, જમ્મુ-કાશ્મીરના 2 છે. ઉત્તરાખંડમાંથી 2. 3, અરુણાચલમાંથી 2, ગોવામાંથી 1, ત્રિપુરામાંથી 1, આંદામાનમાંથી 1, દમણ અને દીવમાંથી 1 બેઠક.
 
ભાજપ યુપીમાં સાથીપક્ષોને 6 અને ઝારખંડમાં AJSUને એક બેઠક આપશે
ચૂંટણી સમિતિની બેઠકમાં NDAના સહયોગી દળો સાથે બેઠકોની વહેંચણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તરપ્રદેશની 80 લોકસભા બેઠકોમાંથી ભાજપ અપના દળ, RLD અને અન્ય પાર્ટીઓને 6 સીટ આપી શકે છે. આ ઉપરાંત ઝારખંડની 14 લોકસભા બેઠકમાંથી તે AJSU માટે માત્ર ગિરિડીહ બેઠક છોડશે.
 
આસામની 14 લોકસભા બેઠક: ભાજપ 11 પર, સાથીપક્ષો 3 પર ચૂંટણી લડશે
આસામમાં 14 લોકસભા સીટો પર ભાજપે તેના સહયોગી દળો સાથે સમજૂતી કરી છે. આસામમાં ભાજપ 11 બેઠક પર ચૂંટણી લડશે, જ્યારે આસામ ગણ પરિષદ (AGP) બે બેઠક પર ચૂંટણી લડશે અને યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (UPPL) એક સીટ પર ઉમેદવાર ઉતારશે. AGP બારપેટા અને ધુબરીમાંથી ઉમેદવારો ઊભા કરશે, જ્યારે UPPL કોકરાઝારથી ઉમેદવારો ઊભા કરશે.

 
ગુજરાતના 15 ઉમેદવારોના નામ
 
કચ્છ - વિનોદ ચાવડા
બનાસકાંઠા- ડો. રેખાબેન ચૌધરી
પાટણ- ભરતસિંહ ડાભી
ગાંધીનગર - અમિત શાહ
અમદાવાદ (પ) - દિનેશ મકવાણા
રાજકોટ - પરષોત્તમ રૂપાલા
પોરબંદર - મનશુખ માંડવીયા
જામનગર - પુનમ માંડમ
આણંદ - મિતેશ પટેલ
ખેડા -દેવુસિંહ ચૌહાણ
પંચમહાલ - રાજપાલ સિંહ જાદવ
દાહોદ - જશવંત સિહ ભાભોર
બારડોલી  - પ્રભુભાઈ વસાવા
ભરૂચ - મનસુખ વસાવા
નવસારી  - સી આર પાટીલ
 
 BJP ની પહેલી લિસ્ટમાં આવ્યા આ દિગ્ગજોના નામ 
 
ભાજપની પહેલી યાદીમાં પીએમ મોદી, અમિત શાહ અને રાજનાથ સહિતના દિગ્ગજોના નામ છે. પીએમ મોદી તેમની પરંપરાગત વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે તો ગૃહ મંત્રી અમિત શાહને ગાંધીનગરથી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને યુપીની લખઉન બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં માત્ર 12 વર્ષના કિશોરે સંબંધીની 8 વર્ષીય બાળકી સાથે ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું