Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ વ્યક્તિએ 8 વખત મતદાન કર્યું, FIR નોંધાઈ, આખી પોલિંગ ટીમ સસ્પેન્ડ

fake vote
, સોમવાર, 20 મે 2024 (11:09 IST)
Man cast vote 8 times, FIR registered, entire polling team suspended: લોકસભા ચૂંટણીમાં એક વ્યક્તિએ 8 વખત મતદાન કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે.આ મામલે FIR નોંધવામાં આવી છે.
 
માહિતી આપતાં યુપીના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ જણાવ્યું કે, ઘટનાની એફઆઈઆર એટા જિલ્લાના નયાગાંવ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 171-એફ અને 419, આરપી એક્ટ 951ની કલમ 128, 132 અને 136 હેઠળ નોંધવામાં આવી છે. વીડિયોમાં ઘણી વખત વોટિંગ કરતા જોવા મળેલા વ્યક્તિની ઓળખ ખીરિયા પમરન ગામના રહેવાસી અનિલ સિંહના પુત્ર રાજન સિંહ તરીકે થઈ છે અને પોલીસે તેની ધરપકડ કરી છે.
 
તમને જણાવી દઈએ કે વીડિયો સામે આવ્યા બાદ રાજકીય અને વહીવટી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક યુવક કથિત રીતે 8 વખત ભાજપને વોટ કરતો વીડિયો બનાવી રહ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Loksabha Election 2024 LIVE Updates: સવારે 9 વાગ્યા સુધી 10.28% મતદાન થયું, બંગાળમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 15.35% મતદાન