Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

ફિલ્મ અભિનેતા ગોવિંદા શિંદેની શિવસેનામાં જોડાયા, ઉત્તર પશ્ચિમથી લડી શકે છે ચૂંટણી

Govinda
મુંબઈઃ , ગુરુવાર, 28 માર્ચ 2024 (18:46 IST)
લોકસભા ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં પણ ગરમાવો આવી રહ્યો છે. તાજી ઘટનામાં  ફિલ્મ અભિનેતા ગોવિંદા આજે શિવસેના (શિંદે જૂથ)માં જોડાયા. તેઓ બાળાસાહેબ ઠાકરે ભવનમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. માનવામાં આવે છે કે તેઓ ઉત્તર પશ્ચિમ મુંબઈ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી શકે છે.

 
આ અવસર પર ગોવિંદાએ કહ્યું કે એકનાથ શિંદે જીનો આભાર, આજે શિવસેનામાં જોડાવાનો અર્થ ભગવાનની પ્રેરણા છે. તેમણે કહ્યું કે તેઓ 2004 થી 2009 સુધી કોંગ્રેસ પાર્ટીના સાંસદ હતા. હવે ચૌદ વર્ષના વનવાસ પછી હું શિવસેનામાં જોડાયો છું. ગોવિંદાએ કહ્યું કે મુંબઈ હવે સુંદર અને વિકસિત દેખાઈ રહ્યું છે. અહીં વિકાસના કામો થઈ રહ્યા છે.
 
ગોવિંદાએ પોતાના સંબોધનમાં પીએમ મોદીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે પીએમ મોદીમાં પોઝીટીવીટી  છે. તેમણે દેશને વિશ્વમાં ગૌરવ અપાવ્યું. ગણેશ ચતુર્થી પર સીએમને મળ્યો હતો, આજે ગણેશ ચોથના દિવસે શિવસેનામાં જોડાયો છું. સીએમ શિંદેએ કહ્યું કે ગોવિંદાએ પાર્ટીમાં સામેલ થવા માટે કોઈ શરત મુકી નથી. ગોવિંદા સ્ટાર પ્રચારક હશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાલનપુર કોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો