Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Loksabha 2024 News - ગુજરાતમાં માઇનિંગ પ્રોજેકટ માટે ભાજપને ઈલેક્ટોરલ બોન્ડથી 70 કરોડનું ફંડ મળ્યુંઃ કોંગ્રેસ

Loksabha 2024 News - ગુજરાતમાં માઇનિંગ પ્રોજેકટ માટે ભાજપને ઈલેક્ટોરલ બોન્ડથી 70 કરોડનું ફંડ મળ્યુંઃ કોંગ્રેસ
અમદાવાદ , બુધવાર, 20 માર્ચ 2024 (18:21 IST)
- કોંગ્રેસે  ઇલેક્ટોરલ બોન્ડનાં ડેટા મુદ્દે કેન્દ્ર સરકાર પર કરોડોના કૌભાંડનો આક્ષેપ કર્યો
- ભાજપને 70 કરોડથી વધુની રકમ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા આપવામાં આવી
 
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢતાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ઈલેક્ટોરલ બોન્ડની વિગતો જાહેર કરી હતી. ત્યારે ગુજરાત કોંગ્રેસે આજે SBI દ્વારા જાહેર કરવામાં આવેલા ઇલેક્ટોરલ બોન્ડનાં ડેટા મુદ્દે કેન્દ્ર સરકાર પર કરોડોના કૌભાંડનો આક્ષેપ કર્યો છે.

કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે,ગુજરાતમાં ગેરકાયદેસર,ખનીજ લૂંટની સામે ઈલેક્ટોરલ બોન્ડના નામે અલ્ટ્રા-ટ્રેક માઇનિંગ,ગ્રાસીમ અને એસ્સેલ માઇનિંગ દ્વારા મહુવા અને તળાજાના દરિયાકાંઠાના માઇનિંગ પ્રોજેકટ માટે ભાજપને 70 કરોડથી વધુની રકમ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા આપવામાં આવી છે. એસ્સેલ માઇનિંગ અને ગ્રાસીમ ઇન્ડસ્ટ્રી આ બન્ને માઇનિંગ કંપનીઓ અલ્ટ્રા-ટ્રેક સિમેન્ટ આદિત્ય બિરલા ગ્રુપની છે. તેઓએ ખાનગી રીતે ઇલેક્ટોરલ બોન્ડ થકી 70 કરોડથી વધુ રકમનુ ફંડ ભાજપને આપ્યું છે. આ લાંચ માત્ર ગુજરાત મહુવા અને તળાજાનાં દરિયાકાંઠાના બદલામાં આપવામાં આવી છે.
 
2018માં નાણામંત્રાલયે 19 કંપનીની જોખમના રૂપમાં ઓળખ કરી
કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશીએ કહ્યું હતું કે, ઈલેક્ટોરલ બોન્ડ અંગે નામદાર સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ સામે આવેલા પ્રાથમિક ડેટાથી બાબત સ્પષ્ટ થાય છે કે ચંદા દો, ધંધા લો, હપ્તા વસૂલી, કોન્ટ્રાક્ટ મેળવો, લાંચ આપો તેમજ 2018 પછી 43 જેટલી કંપનીએ તેની સ્થાપનાનાં 6 મહિનામાં જ ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા જે બાદ 384.50 કરોડનું દાન આપ્યું. ડો. મનીષ દોષીએ SBI ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ઇલેક્ટોરલ બોન્ડ વિશે માહિતી આપવા માટે સૌથી પહેલા તો તેમના આકાઓએ ના પાડી હતી. સુપ્રીમ કોર્ટના આકરા વલણને લઈને ના છૂટકે SBI ને માહિતી આપવી પડી, દરિયાકાંઠા પર કુદરતી સંપદાનો નાશ કરવા માટે બોન્ડ લઈ પરમિશન અપાઇ, PMLAના ઉલ્લંઘન સંબંધી વર્ષ 2018માં નાણામંત્રાલયે 19 કંપનીની જોખમના રૂપમાં ઓળખ કરી હતી. 
 
ભાજપે 70 કરોડની લાંચ લીધી: ડો. મનીષ દોશી
ગેરકાયદેસર, બેરોક-ટોક ખનીજ લૂંટની સામે ઈલેક્ટોરલ બોન્ડનાં નામે અલ્ટ્રા-ટ્રેક માઇનિંગ,ગ્રાસીમ અને એસ્સેલ માઇનિંગ દ્વારા મહુવા અને તળાજાનાં દરિયાકાંઠાનાં માઇનિંગ પ્રોજેકટ માટે ભાજપને 70 કરોડથી વધુની રકમ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા આપવામાં આવી, એસ્સેલ માઇનિંગ અને ગ્રાસીમ ઇન્ડસ્ટ્રી આ બન્ને માઇનિંગ કંપનીઓ અલ્ટ્રા-ટ્રેક સિમેન્ટ આદિત્ય બિરલા ગ્રુપની છે.તેઓએ ખાનગી રીતે ઇલેક્ટોરલ બોન્ડ થકી 70 કરોડથી વધુ રકમનું ફંડ આપ્યું છે.આ 70 કરોડની બોન્ડ દ્વારા લાંચ માત્ર ગુજરાત મહુવા અને તળાજાનાં દરિયાકાંઠાના બદલામાં આપવામાં આવી છે.ચૂંટણી પહેલા ભાજપ પર આ તમામ મામલે યોગ્ય ચકાસણી કરી સુપ્રીમ કોર્ટની આગેવાનીમાં પગલા ભરાય તેમજ ભાજપ જ્યાં સુધી આ અંગે સ્પષ્ટતા ના આપે ત્યાં સુધી તેનું એકાઉન્ટ પણ ફ્રીજ કરવામાં આવે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપના કાઉન્સિલરની હત્યાના મુખ્ય આરોપીની ધરપકડ, ગોધરા સાથે છે કનેક્શન