Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહે વિજયમુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી

Amit Shah filed his candidature in Vijay Muhurt from Gandhinagar Lok Sabha seat
ગાંધીનગર , શુક્રવાર, 19 એપ્રિલ 2024 (14:36 IST)
Amit Shah filed his candidature in Vijay Muhurt from Gandhinagar Lok Sabha seat
આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ દિવસ છે. દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક માટે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતાં. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ગઈકાલે વિજયમુહૂર્ત ચૂકી જતાં આજે ફોર્મ ભરવા માટે પહોચ્યાં છે,  પાટીલ અને કોંગ્રેસના નૈષધ દેસાઇ એકસાથે કલેકટર કચેરીએ ફોર્મ ભરવા ભેગા થયા હતા. રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી, જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ, મહેસાણા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર, દમણ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ, દાદરા નગર હવેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અજિત માહલા સહિતના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.
webdunia
amit shah
અમિત શાહે વેજલપુરમાં જ જાહેર સભા સંબોધી હતી
ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે 18 એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતી સાણંદ વિધાનસભા વિસ્તારના APMC સર્કલથી મેગારેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. ત્યાર બાદ કલોલ વિધાનસભા વિસ્તારમાં રોડ શો યોજ્યો હતો. ત્યાર બાદ સાબરમતી વિધાનસભા ક્ષેત્રના રાણીપ શાક માર્કેટથી રોડ શો શરૂ કર્યો હતો. જે ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્ર, નારણપુરા વિધાનસભા ક્ષેત્ર અને અંતમાં વેજલપુર વિધાનસભા વિસ્તારમાં પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ અમિત શાહે વેજલપુરમાં જ જાહેર સભા સંબોધી હતી.
webdunia
amit shah
નરેન્દ્ર મોદીએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું
અમિત શાહે સભા સંબોધતા કહ્યું હતું કે, 7મી તારીખે ગુજરાતમાં મતદાન છે. 7મી તારીખે 26એ 26માં કમળ ખીલાવવાના છે. આ વેજલપુર મારું પશ્ચિમ અમદાવાદનું નાકું છે. તેને મજબૂત રાખવાનું છે. આ દરમિયાન મોદીનું નામ લેતા જ મોદી મોદીના નારા લાગ્યા હતા. નરેન્દ્ર મોદીને ગુજરાત અને દેશની જનતાએ 10 વર્ષ સાશન કરવા માટે આપ્યા. આંતકવાદ સમાપ્ત થયો કે ના થયો? નક્સલવાદ સમાપ્ત થયો કે ના થયો? કલમ 370 નાબૂદ થઈ કે ના થઈ? રામ મંદિર બન્યું કે ના બન્યું? ત્રિપલ તલાક સમાપ્ત થયો કે ના થયો? કોમન સિવિલ કોડ UCC આવ્યો કે ના આવ્યો? શરણાર્થીઓને નાગરિકતા આપી કે ના આપી? કોંગ્રેસ સાફ કરી ના કરી? આ બધુ જ થઇ ગયું. એતો થયું જ પણ નરેન્દ્ર મોદીએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે.
 
ગાંધીનગર લોકસભા સૌથી વિકસિત લોકસભા બનશે
2036માં ભારતના ગુજરાતમાં ઓલમ્પિક થવાની છે. તે પણ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં થવાની છે. દેશને સુરક્ષિત કરવા અને ભારતને સમગ્ર વિશ્વમાં એક નંબર બનાવવા માટે મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે. ગુજરાતની 26 બેઠકો ફરીથી મોદી સાહેબની ઝોળીમાં નાખવાની છે. ગાંધીનગર લોકસભામાં 22 હજાર કરોડના વિકાસના કામો કર્યા છે. આ દરમિયાન સભામાં હાજર લોકોને ભૂપેન્દ્ર પટેલ અને મોદી સાહેબ માટે તાળીઓ વગાડવા કહ્યું હતું. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં દરેક ઘરમાં ગેસ, ટોયલેટ તેમજ 15 લાખ વૃક્ષો વાવ્યા છે. આવનારા દિવસોમાં ગાંધીનગર લોકસભા સૌથી વિકસિત લોકસભા બનશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટમાં 22 વર્ષ પછી રૂપાલા-ધાનાણી આમને સામને, પરેશ ધાનાણીએ ફોર્મ ભર્યું