પ્રિયંકા ગાંધી ફરી ગુજરાત આવશે, સોમનાથ અને અંબાજીના દર્શન કરીને ચૂંટણી પ્રચાર શરુ કરશે
, શુક્રવાર, 5 એપ્રિલ 2019 (13:56 IST)
ગુજરાત લોકસભાની 26 બેઠક પર ભાજપ-કોંગ્રેસે ચૂંટણી પ્રચાર માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ત્યારે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે ઉભરી રહેલા પ્રિયંકા ગાંધી આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર માટે ફરી ગુજરાત આવશે. સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પ્રિયંકાની ત્રણ ચૂંટણી સભા યોજાશે. પ્રિયંકા અંબાજી અને સોમનાથ દાદાના દર્શન કરીને ચૂંટણી પ્રચાર શરુ કરશે. રાહુલ ગાંધી ગુજરાતમાં 5થી વધુ જનસભા કરશે તેની શક્યતા છે. જ્યારે આદિવાસી વિસ્તારોમાં પ્રિયંકા ગાંધીને ચૂંટણી પ્રચાર કરવાની કમાન સોંપવામાં આવશે. આગામી દિવસોમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહના હોમ ગ્રાઉન્ડ એવા ગુજરાતમાં ભાજપની ક્લિન સ્વિપ રોકવા માટે કોંગ્રેસ હાઈ કમાન્ડે એક ચોક્કસ રણનીતિ તૈયાર કરી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં કોંગ્રેસના પ્રચાર માટે અગાઉ રાહુલ ગાંધી આવી ગયા હતા. હવે સ્ટાર પ્રચારક તરીકે પ્રિયંકા ગાંધીને મોકલવા માટેની તૈયારીઓ શરૂ કરી છે.
આગળનો લેખ