Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચૂંટણીની તારીખો પર PM મોદીનુ ટ્વીટ - આ ચૂંટણી ઐતિહાસિક રહેશે.

ચૂંટણીની તારીખો પર PM મોદીનુ ટ્વીટ - આ ચૂંટણી ઐતિહાસિક રહેશે.
, ગુરુવાર, 23 મે 2019 (07:45 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીની જાહેરાતને લોકતંત્ર પર્વ બતાવતા બધા દેશવાસીઓને રેકોર્ડ સંખ્યામાં મતદાનમાં  ભાગ લેવાની અપીલ કરી છે. 
 
મોદીએ વિશેષ રૂપે નવા મતદાતા બનેલા યુવાઓને મોટી સંખ્યામાં ભાગીદારી કરવાનુ આહ્વાન કરતા રવિવારે આશા બતાવી કે આ ચૂંટણીમાં મતદાન ટકાવારી ઐતિહાસિક રહેશે.  તેમને ચૂંટણી પંચ, બધા અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓને શુભેચ્છા આપી જે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે.  તેમણે કહ્યુ કે દેશને ચૂંટણી પંચ પર ગર્વ છે. 
 
પ્રધાનમંત્રીએ કહ્યુ કે 2014માં દેશની જનતાએ સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન૳ને રદ્દ કરી દીધુ. લોકોમ અં સંપ્રગના ભ્રષ્ટાચાર, ભાઈ-ભત્રીજાવાદ અને નીતિગત ઉણપો માટે ઘણો આક્રોશ હતો. ભારતનો આત્મવિશ્વાસ સૌથી નીચલા સ્તર પર આવી ગયો હતો અને જનતા દેશને આ ઘટાડો અને નિરાશાથી બહાર લાવવા માંગતી હતી. છેલ્લા પાંચ વર્ષમા આ જોવા મળ્યુ કે 130 કરોડ ભારતીયોના આશીર્વાદ અને ભાગીદારીથી તે બધુ જ શક્ય થઈ ગયુ છે જે પહેલા અશક્ય માનાવામાં આવતુ હતુ. 
 
તેમણે બધી રાજાનીતિક પાર્ટીઓ અને ઉમેદવારોને ચૂંટણી માટે શુભેચ્છા આપતા કહ્યુ, "આપણે બધા જુદા જુદા પક્ષમાંથી હોઈ શકીએ છીએ પણ આપણો ઉદ્દેશ્ય એક હોવો જોઈએ - ભારતનો વિકાસ અને દરેક ભારતીયનુ સશક્તિકરણ" ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 11 એપ્રિલથી 19 મે સુધી સાત ચરણોમાં અને મતગણતરી 23 મેના રોજ કરાવવાની જાહેરાત કરી. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકસભા ચૂંટણી 2019 : ગુજરાતમાં ક્યાં, કોણ, કોની સામે - એક નજર ગુજરાતની લોકસભા ચૂંટણી કાર્યક્રમ અને તેના ઇતિહાસ ઉપર.