Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુદ્દાઓથી વધુ મહત્વનો મોદીનો ચહેરો, કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર આ જ છે.

મુદ્દાઓથી વધુ મહત્વનો મોદીનો ચહેરો, કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર આ જ છે.
સુરત. , મંગળવાર, 16 એપ્રિલ 2019 (12:28 IST)
દક્ષિણ ગુજરાતની ૫ બેઠકો – સુરત, નાસારી, બરડોલી, વલસાડ અને ભરૂચનું ચુંટણીલક્ષી ગણિત. 
સંઘર્ષનું વાતાવરણ : ભરૂચમાં ત્રિપાંખીયો જંગ છે, બારડોલી-વલસાડમાં ભાજપને ટક્કરનો સામનો કરવો પડશે.
 
સુરતમાં રિંગરોડ, સબ-જેલની સામે ચોવીસેય કલાક ખુલ્લી રહેતી ચાની દૂકાન. રાતના દોઢ વાગે પણ ત્યાં બસો ત્રણસોની ભીડ જોવા મળશે. ત્યાં પંકજ કર્ણાવત નામના કોર્પોરેટ કંપનીઓના ટેક્સાના નિષ્ણાંત વકીલ છે. ચુંટણીના મુદ્દાઓની વાત નીકળી તો તેમણે કહ્યું કે જે.એસ.ટી. તો ક્યારનું નિષ્ફળ રહ્યું છે. નાના વેપારીઓને શરુઆતમાં ચોક્કસ તકલીફ પડી હતી, અને જે આંદોલન થયું તે કોગ્રેસ પ્રેરીત જ હતું. તેથી જ ભાજપનો વાળ પણ વાંકો થયો નથી.
 
જી હા, દક્ષિણ ગુજરાતનાનો મિજાજ જી.એસ.ટી. કરતાં પ્ણ જટીલ છે. જી.એસ.ટી.નો સૌથી વધુ વિરોધ પણ સુરતમાં જ થયો હતો. તેમ છતાં થયું શું ? વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની તમામ ૧૨ બેઠકો પર ભાજપનો વિજય થયો. જે વિરોધ હતો, તે જ વોટ બનીને ભાજપને મળ્યો. સુરતનો બીજો દિવસ આર.સી.ટી.ગ્રાઉન્ડ પર વિતાવ્યો. ત્યાં રાજસ્થાની યુવકોનો કાર્યક્રમ ચાલતો હતો. કાર્યક્રમ સાંસ્કૃતિક હતો, પરંતુ મંચ પુરેપુરો રાજકીય હતો. મંચ પરથી ચોકીદારને વોટ કરવાની અપીલ કરાઈ રહી હતી. એવું કહેવાય છે કે સુરતમાં વસતા સુરતની વસતીના આશરે ૭૦% જેટલા પરપ્રાંતીય લોકો ભાજપની વોટબેંક છે.
 
સિમાંકન દરમિયાન સુરત શહેરના ભાગલા કરીને નવસારી બેઠકમાં સમાવાયો હતો, જ્યાં બન્ને બેઠકોના ધંધા પર મારવાડી અંબે કાઠીયાવાડીઓનો કબ્જો છે. સુરતમાંથી દર્શનાબેન જરદોસ અને નવસારીએ બેઠક પરથી સી.આર.પાટીલ સંસદસભ્ય છે. અહીંના કોંગ્રેસના નેતા તથા ટેક્સટાઈલ એસોસીએશનના મહામંત્રી ચંપાલાલ બોથરા પોતે જ કહે છે કે – સુરત-નવસારી બેઠકોમાં કોંગ્રેસનું સંગઠ્ઠન જ અસ્તિત્વમાં નથી. તેથી પ્રતિસ્પર્ધીનો માહોલ જ બંધાતો નથી. તેથી એસોસીએશનના પૂર્વ અધ્યક્ષ શ્રીકૃષ્ણ બંકા ભાજપના નેતા પણ છે અને તેમનો રસપ્રદ જવાબ પણ સાંભળીએ -  જીએઅસટીના આંદોલનમાં નેતાઓએ વ્યાપારીઓને કહ્યુ હતું કે હમણાં તકલીફો છે પરંતુ સમય જતાં આદત પડી જશે, અને હકીકતે બે વર્ષમાં આદત પડી ગઈ છે અને હવે કોઈ જીએસટીની વાત પણ કરતુ નથી. આમ પણ વેપારીઓ હંમેશા સત્તાની સાથે જ રહે છે.
webdunia
સુરતમાં યુવક કોંગ્રેસની સાથે સંકળાયેલા ગૌરવ શ્રીમાળીએ જણવ્યું કે – અહીં કોંગ્રેસનું જોર નથી એવું સાવ નથી. સૌ પહેલા ટીકીટની વહેંચણી તો બરોબર થવી જોઈએને. સુરતમાં જ જૂઓ તો ૭૨ કોલેજો છે. એનેસયુઆઈએ ચાર મહીના પહેલા જ ૫૮ જગ્યાઓ પર એબીવીપીને હરાવ્યું છે. સેનેટમાં પણ ૬ ચૂંટાયેલા સભ્યોમાંથી ૩ અમારા જીત્યા છે. જિલ્લા કોંગ્રેસ કરતાં યુવક કોંગ્રેસ તથા એનેસયુઆઈ વધુ પ્રભાવશાળી છે, યુવાનો હવે કોંગ્રેસ તરફ ઢળી રહ્યા છે. સુરતમાં ભાજપના દર્શનાબેન જરદોસની ટક્કર કોંગ્રેસના અશોક અધેવાડા સાથે થવાની છે. જ્યારે નવસારીમાં ભાજપના સંસદસભ સીઆર પાટીલની ટક્કર કોંગ્રેસના ધર્મેશ પટેલ સાથે થશે.
 
ત્રણ વર્ષોથી આ બન્ને બેઠકો પર ભાજપનો કબ્જો છે. મોરારજી દેસાઈએ જનતા પાર્ટી બનાવીને કોંગ્રેસના ઉળીયા ઉખાદી નાખ્યા હતાં જેને કાશીરામ રાણાએ ફરી જામવા જ ના દીધા. તેમનો જ વારસો સીઆર પાટીલ આગળ વધારી રહ્યા છે. સુરત અને નવસરીની સાત-સાત વિધાનસભાની બેઠકો ઉપર ભાજપના ધારાસભ્ય છે. ધર્મેશ પટેલ કોળી પટેલ છે અને અહીં કોળી પટેલ અને સૌરાષ્ટ્રના પટીદારોની બહુમતી છે. પરંતુ પાટીદારોના મત પણ એક જ જગ્યા પર છે જ્યારે કોળી-પટેલો બધે જ ફેલાયેલા છે.
 
હવે આપણે જઈએ દક્ષિણ ગુજરાતની બારડોલી બેઠક તરફ. અંગ્રેજી છાપાના વરિષ્ટ પત્રકાએ હિમાંશુ ભટ્તના જણાવ્યા પ્રમાણે આ બેઠક દૂધ સહકારી તથા ખાંડ સહકરી મંડળીઓના હાથમાં છે. આ સહકારી મંડળીઓ સાથે ૧૫૦૦ ગામડાઓઇના લોકો સીધ જોડાયેલા છે. અહીં ચૌધરી અને વસાવા જાતિનું વર્ચસ્વ છે. કોંગ્રેસના તુષાર ચૌધરી બે વાર સંસદસભ્ય અને કેન્દ્રીય મંત્રી રહી ચુક્યા છે, તેઓ મોદી લહેરમાં પ્રભુભાઈ વસવાની સામે હાર્યા હતાં. આ બન્ને સહકારી સંગઠ્ઠનો ભાજપના નિયંત્રણ હેઠળ જ છે જો કે આ માન્યતાને તોડવા માટે કોંગ્રેસે આ વખતે પણ તુષાર ચૌધરી ઉઅપ્ર જ વિશ્વાસ મૂક્યો છે અને એવું લાગે છે કે તેઓ આ વખતે વસાવાને બરોબર ટક્કર આપશે. બારડોલી સંસદની બેઠક હેઠળની સાત વિધાનસભા બેઠઓમાંથી છ ગ્રામીણ વિસ્તારોની છે. તેમાંથી ત્રણ બેઠકના કોંગ્રેસના ધરાસભ્યો જીત્યા હતાં. કોંગ્રેસના બુલંદ વિશ્વાસનું એક કારણ આ પણ છે.
webdunia
વલસાડની વાત કરીએ તો અહીં ૭૦% ગ્રામીણ આદિવાસી વિસ્તાર છે. આજે પણ આ વિસ્તારના લોકો કોંગ્રેસને ઈન્દિરાના ચહેરા તરીકે જ ઓળખે છે. આ સાંભળવામાં કોંગ્રેસને જેટલું સારુ લાગે છે એટલું જ ખરાબ પણ લાગે છે. અહીં પાર્ટી કેડરના વોટ પડે છે તો ભાજપની જીત આસાન બની જાય છે. તેથી ભાજપના વર્તમાન સંસદસભ્ય કેસી પટેલએ આ વખતે ટિકીટ આપવામાં આવી છે પરંતુ કેસી પટેલના નાના ભાઈ ડીસી પટેલની નારાજગી પણ છે. તેઓ પોતાને જ આ બેઠકના મજબૂત સ્પર્ધક માને છે. વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક, અલ્પેશ તથા જિગ્નેશના કારણે કોંગ્રેસની મતની ટકાવારી વધી હતી તેથી કોંગ્રેસના ધારાસભ્ય જીત્યુ ચૌધરી ઉપર દાવ લગાવ્યો છે. પરંતુ અલ્પેશે કોંગ્રેસ છોડી દીધી છે તો તેની અસર પણ દેખાશે. અહીં પણ ત્રણ વિધાંસભાની બેઠકો પર કોંગ્રેસનો કબ્જો છે.
 
 
 
ભરુચમાં કોંગ્રેસના અહમદ પટેલે હેટ્રિક લગાવી હતી, તેઓ ૮૪ માં હાર્યા પછી કોંગ્રેસ અહીં ફરીથે જીતી શ્કી જ નથી. અહીં ત્રિકોણીયો જંગ જ રહે છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ૩ અને કોંગ્રેસ અએ ભારતીય ટ્રઈબલ પાર્ટીની ૨-૨ બેઠકો પર વિજય થયો છે. ભાજપના સંસદસભ્ય મનસુખ વસાવાને ફરીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસ છોટુભાઈ વસાવાની ભારતીય ટ્રાઈબલ પાર્ટીની મદદથી પોતાનું સ્થાન જમાવવાના પ્રયત્નો કરી રહી છે પરંતુ તેમાં સફળતા મળી નથી. નર્મદાના સુરત વાળા આદિવાસી પટ્ટામં છોટુ વસાવા બાહુબલી છે. તેમના ૪ લાખ મત છે અને અહમદ પટેલને રાજ્યસભામાં મોકલવામાં તેમની ભૂમિકા સૌથી મહત્વની હતી. બેઠક પર સમજૂતિ થઈ નહીં, કારણ કે કોંગ્રેસે અંહીં મુસ્લિમ ચહેરો મેદાનમાં ઉતારવા માટે શેરખાન પઠાણને ટિકીટ આપી છે. તેથી હવે અહીં ત્રિકોણીયા જંગની સ્થિતિ ઉભી થઈ છે.
 
આ વિસ્તારોમાં અસરકારક બને તેવા મુદ્દા :
 
અહીં રાષ્ટ્રીય મુદ્દાઓની ચર્ચા છે. પરંતુ તે મોદીના ચહેરાથી વધુ અસરકારક નથી. નોટબંધી અને જીએસટીનો વિરોધ તો વિધાનસભાની ચૂંટઈમાં ભાજપ માટે મતમાં રુપાંતરિત થઈ ચૂક્યો છે. ભરુચમાં નહેરના પાણીહી આજે પણ માત્ર ૨૫% વિસ્તાર જ કવર થઈ શકે છે. આવી સ્થિતિમાં સિંચાઈનું પાણી એક મોટો મુદ્દો છે. બારડોલીની આજુબાજુના આદિવાસી વિસ્તરોમાં મેડિકલ સુવિધઓનું સ્તર ખુબ જ કથળેલું છે.
 
જાતિવદી સમીકરણો શું કહે છે.
 
સુરત, નવસારી અને વલસાડમાં રાજસ્થાની, મરાઠી અને યુપી-બિહારના લોકો બહુમતિમાં છે. આવી સ્થિતિમાં જાતિનું પાસુ બહુ પ્રભાવી બનશે એવું લાગતું નથી. તેમ છતાં,અન્ય બેઠકો પર પાટીદાર, કોળી અને વસાવા નિર્નાયક પરીબળ છે. થોડા પાટીદાર ભાજપ અને થોડા પાટીદારો કોંગ્રેસ તરફી હોય્ત તેવું લાગે છે. જો કે કોળી પટેલોને કોંગ્રેસે ટિકીટ આપી હોવાથી તેમના મત કોંગ્રેસ તરફી જવાની સંભાવના છે. છોટુ વસાવા દલિત છે, તેઓ ભાજપની તરફેણમાં છે એવું માનવામાં આવે છે.  
 
ગઠબંધનની સ્થિતિ
 
કોંગ્રેસનું ગઠબંધન અહીં નબળું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં છોટ વસાવાની ભારતીય ટ્રાઈબલ પાર્ટી સાથે પણ તેમનું ગઠબંધન થઈ શક્યું નથી.
 
૨૦૧૪ની સ્થિતિ : ગુજરાતમાં તમામ ૨૬ બેઠકો ભજપે જીતી લીધી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકસભા ચૂંટણી 2019- ચૂંટણી પંચની એક્શનને પગલે યોગી આદિત્યનાથનો ગુજરાતની સભાઓ થશે રદ થશે