Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પર ચૂંટણી પંચે પ્રચાર માટે પ્રતિબંધ લગાવ્યો

ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પર ચૂંટણી પંચે પ્રચાર માટે પ્રતિબંધ લગાવ્યો
, બુધવાર, 1 મે 2019 (13:40 IST)
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ શમી ગયાને દસ દિવસ થઈ ગયા છે અને મતદાન પૂરું થઈ ગયાને પણ સાત દિવસ થવા આવ્યા છે ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણી પર ચૂંટણીમાં પ્રચાર કરવા પર બીજી મેથી ત્રણ દિવસ માટેનો પ્રતિબંધ લગાવ્યો છે. રાજ્યમાં ચૂંટણી પુરી થયાને એક અઠવાડિયા બાદ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પર ચૂંટણી પંચે પ્રચાર માટે પ્રતિબંધ લગાવ્યો છે. ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ સુરતના અમરોલીમાં ચૂંટણી સભા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે વિવાદિત ટિપ્પણી કરી હતી. ગુજરાતમાં કોઈ રાજકીય નેતા પર ચૂંટણી પ્રચાર માટે પ્રતિબંધ લાગ્યાનો આ પહેલો કિસ્સો બન્યો છે.ગુજરાતની બહાર ભાજપના નેતા તરીકે મોટી ઓળખ જ ન ધરાવતા જિતુ વાઘાણી પર પ્રતિબંધ મૂકીને ચૂંટણી પંચ પોતે તટસ્થ હોવાનો દંભ કરી રહ્યું છે. વાસ્તવમાં છતાંય મોડેમોડે જાગેલા ચૂંટણી પંચે તેમને પ્રચાર કરવા પર ૭૨ કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. ચૂંટણી પંચની આ કવાયત હાસ્યાસ્પદ અને ઘોડા નાસી છૂટયા પછી તબેલાને તાળું મારવા જેવી છે.ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી 3 દિવસ વારાણસીના પ્રવાસે છે. અહીં તેઓ પીએમ મોદીના સંસદીય ક્ષેત્રમાં પ્રચારનું કામ કરી રહ્યા છે. પરંતુ ચૂંટણી પ્રચાર પર 3 દિવસનો પ્રતિબંધ હોવાથી પ્રચારમાં કોઈ પ્રકારનો ભાગ નહિ લઇ શકે. ગઈકાલે સાંજે પ્રચાર પર બ્રેક લાગ્યા બાદ ગઈકાલે રાત્રે વારાણસી જીતુ વાઘાણી દિલ્હી પહોંચી ગયા હતા. પણ, પ્રચારની કોઈ કામગીરી નહિ કરી શકે. આવતીકાલે સાંજે 4 કલાક થી જીતુ વાઘાણી પર પ્રતિબંધ રહેશે. ચૂંટણી પંચના આ પ્રકારના નિર્ણયો લોકનજરમાં ચૂંટણી પંચની ગરિમાને હાની પહોંચાડનાર સાબિત થાય છે. દેશનું ચૂંટણી તટસ્થ હોવાનો દેખવા કરવામાં વિવેકભાન ભૂલીને નિર્ણય લે છે તેનો આ બોલતો પુરાવો છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

"ઈમાનદાર પોપટ" ગિરફ્તાર લાખ પ્રયાસ પછી પણ પોલીસ આગળ કઈક ન બોલ્યો