કોંગ્રેસે હાર્દિકને હેલિકોપ્ટર ફાળવ્યું, હવે 50 રેલીઓ સંબોધશે
, સોમવાર, 15 એપ્રિલ 2019 (13:08 IST)
પાટીદાર સમાજ માટે અનામતની માંગણી કરીને લાઈમ લાઈટમાં આવી જનાર હાર્દિક પટેલ હવે કોંગ્રેસનો આગળ પડતો નેતા થઈ ગયો છે. તે ઉપરાંત હવે તે કોંગ્રેસનો સ્ટાર પ્રચારક પણ થઈ ગયો છે. કોંગ્રેસમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પછી હાર્દિક પટેલ ગુજરાતમાં ત્રીજા નંબરનો સ્ટાર પ્રચારક બની ગયો છે. હાલમાં કોંગ્રેસે તેને ચૂંટણી પ્રચાર કરવા માટે હેલિકોપ્ટર પણ ફાળવ્યું છે. રાજકીય વર્તુળોમાં વાત તો એવી પણ છે કે ગુજરાતમાં હાર્દિક પટેલ સાત દિવસમાં 50 રેલીને સંબોધશે.મહત્વનું છે કે જામનગર વિધાનસભાની ત્રણ બેઠક પર હાર્દિક પટેલ અમદાવાદથી રાજકોટ હેલિકોપ્ટરમાં આવ્યો હતો. હાર્દિક પટેલ પાસે પહેલા ફોર્ચ્યુનર કાર હતી. તેમાંથી સીધો હેલિકોપ્ટરમાં આવતા જ હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. રાજકોટ એરપોર્ટ પરથી તે કાલાવડ સભા માટે બાય રોડ કારમાં ગયો હતો. કાલાવડમાં ભાજપ વિરૂદ્ધ તેણે પ્રહાર કર્યા હતા.પાસ સુપ્રીમો હાર્દિક પટેલ 12 માર્ચે અમદાવાદમાં રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયો હતો. ત્યારે ગણતરીના દિવસોમાં જ કોંગ્રેસે તેને સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવ્યો છે. હાર્દિક કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ચૂંટણી સભા ગજવશે.
આગળનો લેખ