ગુજરાતમાં ગત 21 એપ્રિલે લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. આ મતદાન બાદ હવે લોકોની નજર પરિણામ પર છે. પરંતુ અહીં વાત એ કરવી છે કે આ વખતે ભાજપને 2014ની જેમ ગુજરાતમાં 26ની વિક્ટરી મળે એવું લાગી નથી રહ્યું. અહીં કેટલીક સીટોની વાત કરીએ જેમાં ભાજપને નુકસાન થઈ શકે છે અને બંને પક્ષોના ઉમેદવારોને કટ ટુ કટ ટક્કરનો સામનો કરવો પડી શકે છે. બનાસકાંઠામાં હાલમાં કોંગ્રેસનો પરચમ લહેરાયો છે પણ અલ્પેશ ઠાકોરનું ફેક્ટર અહીં કોંગ્રેસને હરાવવા માટે કામ કરી રહ્યું હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. બીજી બાજુ પાટીદાર આંદોલનના નેતા અને કોંગી ધારાસભ્ય લલિત વસોયાને આ વખતે પોરબંદરની લોકસભાની ટીકિટ મળી હતી તો પોરબંદર પર પણ હવે ભાજપ પ્રત્યે લોકોમાં રોષ હોવાની વાતો પણ ચર્ચાઈ રહી હતી. એટલે ત્યાં પાટીદાર ફેક્ટર લલિત વસોયાને લીધે કોંગ્રેસને ફાયદો કરાવે એમ છે. એક તરફ ભાજપના અમિત શાહ પહેલીવાર લોકસભાની ચૂંટણી ગાંધીનગર બેઠક પરથી લડી રહ્યાં છે ત્યારે તેમને પણ પાટીદારોના રોષનો ભોગ બનવું પડે અને મતનું માર્જિન ઓછું મળે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
બનાસકાંઠાઃ
ભાજપ- પરબતભાઈ પટેલ
કોંગ્રેસ- પરથી ભટોળ
મહેસાણાઃ-
ભાજપ- શારદાબેન પટેલ
કોંગ્રેસ- એ. જે પટેલ
ગાંધીનગરઃ-
ભાજપ- અમિત શાહ
કોંગ્રેસ- સી. જે ચાવડા
અમરેલીઃ-
ભાજપ- નારણભાઈ કાછડિયા
કોંગ્રેસ- પરેશ ધાનાણી
પોરબંદરઃ-
ભાજપ- રમેશ ધડૂક
કોંગ્રેસ- લલિત વસોયા
આણંદઃ-
ભાજપ- મિતેષ પટેલ
કોંગ્રેસ- ભરત સોલંકી