Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જો કોંગ્રેસ આણંદની લોકસભા સીટ ન જીતી તો ગુજરાતમાં એક પણ સીટ નહી જીતી શકે - ભરતસિંહ સોલંકી

જો કોંગ્રેસ આણંદની લોકસભા સીટ ન જીતી તો ગુજરાતમાં એક પણ સીટ નહી જીતી શકે - ભરતસિંહ સોલંકી
, બુધવાર, 17 એપ્રિલ 2019 (15:44 IST)
આણંદ લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી ભાજપા પાસેથી આ સીટ છીનવાઈ લેવા માટે આશાવાદી છે અને તેમણે દાવો કર્યો કે આ ગુજરાતમાં તેમની પાર્ટીની સૌથી સુરક્ષિત ચૂંટણી છે. સોલંકીએ કહ્યુ કે જો કોંગ્રેસ મધ્ય ગુજરાતમાં આણંદ લોકસભા સીટ નથી જીતી શકતી તો તે રાજ્યની 26 સીટમાંથી કોઈપણ સીટ નથી જીતી શકતી 
 
વર્ષ 2014ની ચૂંટણીમાં ભાજપાએ ગુજરાતના બધા 26 લોકસભા સીટો જીતી હતી. ભારતની દૂધ રાજધાનીના રૂપમાં ઓળખાનારી અને અમૂલ ડેયરી બ્રાંડ માટે દુનિયાભરમાં જાણીતી આણંદમાં 2004 અને 2009માં અહીથી બે વાર સાસદ બની ચુકેલા સોલંકી અને ભાજપાના મિતેશ પટેલ વચ્ચે નિકટતા હોવાની આશા છે.  પટેલ જાણીતા વેપારી છે જે પહેલીવાર ચૂંટણી લડી રહ્યા ક હ્હે. 
 
ભાજપાએ સત્તા વિરોધી લહેરને માપતા વર્તમાન સાંસદ દિલીપ પટેલને ટિકિટ નથી આપી. પટેલે નરેન્દ્ર મોદી લહેરની મદદથી પૂર્વ કેન્દ્રીય મંત્રી સોલંકીને હરાવ્યા હતા.  આણંદ પારંપારિક રૂપે કોંગ્રેસનુ ગઢ રહ્યુ છે.  પાર્ટી અહીથી દસ વાર જીતી જ્યારે કે ભાજપા 1989, 1999 અને 2014માં જીતવામાં સફળ રહી. 
 
અહીથી કોંગ્રેસની દસવારની જીતમાંથી પાંચવાર સોલંકીના નાના ઈશ્વર ચાવડાએ જીત નોંધાવી. ભાજપાના મિતેશ પટેલે દાવો કર્યો કે અહી લોકો ભાજપાના પક્ષમાં મતદાન કરશે કારણ કે તેઓ નરેન્દ્ર મોદેને ફરીથી પ્રધાનમંત્રી બનતા જોવા માંગે છે. તો બીજી બાજુ સોલંકીએ કહ્યુ કે રોજગારની કમી અને કૃષિ સંકટ જેવા મૂળ મુદ્દાથી કોંગ્રેસની જીત ચોક્કસ થશે.  રાજ્યની બધી 26 સીટો પર મતદાન 23 એપ્રિલના રોજ થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ ખેતી દરમિયાન પત્ની સાથે નથી સૂતા ખેડૂતો