rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સારા મિત્રો

સારા મિત્રો

બાળવાર્તા
શાળાઓ શરૂ થવાની છે. હવે તમને કેટલાક જૂના અને નવા મિત્રો મળશે . જીવનમાં સારા મિત્રો મળી જાય તો ઘણું બધું મળ્યું . બાળપણના મિત્રો હમેશા યાદ રહે છે. એમની યાદ તમને મોટા માણસ બની જાઓ ત્યારે પણ આવશે. 
 
જીવનના જુદા-જુદા પડાવ પર મિત્રો બને છે પણ બાળપણના મિત્રો ખૂબ યાદ આવે છે કારણકે એમની સાથે વધારે મોજ-મસ્તી સાથે સમય પસાર થાય છે. બાળપણના આ મિત્રો સાથે તમે જે કંઈ પણ તમે શીખશો એ તમારી ભવિષ્યનો પાયો હશે. આપણે મિત્રો સાથે રહીએ છીએ તો એમની પાસેથી સારી ટેવ અને ખરાબ ટેવ કશું ન કશું શીખીએ છીએ.   એટલા માટે જ કહેવાય છે કે સારા મિત્રો માણસની સમ્પતિ હોય છે. તમે આગળ વધો તો તમારા નવા-નવા મિત્રો પણ બને છે. સ્કૂલના મિત્રો, કોલેજના મિત્રો, ઓફિસના મિત્રો અને રમતના મેદાનના મિત્રો. આપણા દરેક મિત્ર પાસેથી આપણે કંઈને કંઈ શીખીએ છીએ.  
 
મિત્ર વગર પણ જીવનમાં કોઈ મજા હોય ? આ વાત એવી છે કે કોઈ ફિલ્મ કે નાટક તમે એકલા જુઓ અને એજ  ફિલ્મ કે નાટક તમે તમારા મિત્ર સાથે જુઓ . ક્યારે વધારે મજા આવે છે ? બસ, હવે તમે સમજી ગયાં હશો. એક સારો મિત્ર જીવનમાં શું અંતર લાવે છે. મિત્રો આપણને મુશ્કેલ સમયમાં મદદ કરે છે અને યોગ્ય રસ્તો બતાવે છે.
 
એક વાત યાદ રાખશો- 
 
સારા મિત્ર મેળવવા માટે પોતે પણ સારા મિત્ર બનવું પડશે ..
 
તો હવે મિત્ર બનાવો અને ખૂબ મજા કરો.  
 
 

Share this Story:

Follow Webdunia gujarati