ી
હટે, ત્યારે તો બીજાને રસ્તો મળે. રાજા પોતાના અભિમાનમાં હતો. તેણે સાધુને કહ્યું - ' એ સાધુ ચાલો હટો, મને રસ્તો આપો કારણકે હું રાજા છું.
સાધુએ જવાબ આપ્યો - તમે જમીનના રાજા છો. હું તો મારા મનનો રાજા છું. પહેલા તમે મને રસ્તો આપો. તે સાંભળીને રાજા એ પૂછ્યું કે 'જો તમે રાજા છો તો તમારા હથિયાર ક્યા છે ? સાધુ એ કહ્યુ કે 'મારા વિચાર જ મારા હથિયાર છે.'
રાજાએ પૂછ્યું કે ' તમારી સેના કયાં છે ? સાધુ એ કહ્યું ' મારી કોઈના જોડે દુશ્મની નથી, તો પછી મારે સેનાની શી જરૂર? સાધુનો જવાબ સાંભળી રાજા હેરાન રહી ગયો. રાજાએ ફરી પૂછ્યું કે ' જો તમે રાજા છો તો તમારી પાસે ધન ક્યા છે ?
સાધુએ કહ્યું કે 'મારું જ્ઞાન જ મારુ ધન છે'.
રાજાએ પૂછ્યું કે તમારા નોકર-ચાકર ક્યાં છે ?
સાધુએ કહ્યું કે મારી ઈન્દ્રિયો જ મારી નોકર-ચાકર છે. આ બધુ સાંભળી રાજા સમજી ગયા કે આ કોઈ સાધારણ માણસ નથી. રાજા સાધુના જવાબ સાંભળી વિચારમાં પડી ગયા અને સાધુને રસ્તો આપી દીધો.
સાંસારિક સુખ-સુવિધાઓ ક્ષણિક છે. પળવારમાં વ્યક્તિ રાજાથી રંક બની જાય છે, અને રંકથી રાજા.સાધુ-સંત પોતાની મસ્તીમાં, નિત્ય મનના રાજા હોય છે.