Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Prithviraj Chauhan - પૃથ્વીરાજ ચૌહાણ

Prithviraj Chauhan - પૃથ્વીરાજ ચૌહાણ
પૃથ્વીરાજ ચૌહાણ પર ઓછી વયમાં જ પોતાની બે રાજધાનીઓ દિલ્લી અને અજમેરની સાથે વિશાળ રાજયની જવાબદારી આવી ગઈ હતી. પૃથ્વીરાજના પિતા સોમેશ્વર ચૌહાણના મૃત્યુને કારણે પ્રજાની દેખરેખની જવાબદારી પૃથ્વીરાજે ઉઠાવી. પૃથ્વીરાજ ચૌહાણ વંશના અંતિમ પ્રતાપી સમ્રાટ હતા. તે પોતાના સાહસ અને પરાક્રમના કારણે લોકોની વચ્ચે જાણીતા બન્યા હતા. પૃથ્વીરાજનો સંયોગિતા સાથે પ્રેમ પ્રસંગ પણ ઈતિહાસમાં ચર્ચિત રહ્યો છે. પૃથ્વીરાજ ચૌહાણનો જન્મ 1168માં થયો હતો. બાળપણમાં જ પૃથ્વીરાજે ગુરૂકૂળમાં રહેતા શસ્ત્ર વિદ્યા, રાજનીતિ કલા અને સાહિત્ય જેવા વિષયોમાં નિપુણતા મેળવી હતી.

પૃથ્વીરાજનો સમકાલીન હતો, કન્નોજનો રાજા જયચંદ્ર.. રાજા જયચંદ્ર પૃથ્વીરાજનો મામેરો ભાઈ હતો. સંયોગિતા જયચંદ્રની પુત્રી કે પાલિત પુત્રી હતી જેનુ હરણ કરીને પૃથ્વીરાજે તેની સાથે લગ્ન કરી લીધા હતા. આ એ સમયની વાત છે જ્યારે ભારતની સીમાઓ પર ગોરના શાસક મોહમ્મદ ગોરીનુ આક્રમણ થઈ રહ્યુ હતુ.

મોહમ્મદ ગોરીએ ભારત પર આક્રમણ કર્યુ અને તે જીતતો ગયો. જ્યારે એની જીત પૃથ્વીરાજ ચૌહાણના રાજ્યની સીમા સુધી આવે ગયો તો પૃથ્વીરાજ ક્રોધે ભરાયો. ગોરી સાથે લડવા પૃથ્વીરાજે સેના તૈયાર કરી અને બંને તરાઈન નામની જગ્યાએ એકબીજા સાથે યુધ્ધ કરવા લાગ્યા. પૃથ્વીરાજે તરાઈનના પહેલા યુધ્ધમાં ગોરીને પાછળ ભાગવા મજબૂર કરી દીધો. પૃથ્વીરાજની જીત થઈ પરંતુ બીજા વર્ષે 1192માં ગોરી ફરી મેદાનમાં આવ્યો અને આ વખતે જીત ગોરીની થઈ. પૃથ્વીરાજન બંદી બનાવવામાં આવ્યા. ગોરીન વિરુધ્ધ લડાઈમાં જયચંદ્ર મદદ કરતા તો બની શકતુ કે વાત જુદી હોત.

 
પૃથ્વીરાજના દરબારી કવિ અને મિત્ર ચંદબરદાઈએ 'પૃથ્વીરાજ રાસો'માં જણાવ્યુ એ પ્રમાણે તેઓએ લખ્યુ કે જ્યારે પૃથ્વીરાજ ગોરમાં બંદી હતા ત્યારે એકવાર હુ તેમને મળવા ગયો. ત્યાં સુધી તો મોહમ્મદ ગોરીએ તેમને આંધળો બનાવી દીધો હતો. ત્યારબાદ મેં અને પૃથ્વીરાજે મળીને ગોરીને મારવાની યોજના બનાવી.

એક દિવસ જ્યારે પૃથ્વીરાજને દરબારમાં લાવવામાં આવ્યા તો મે 'ચાર વાંસ ચોવીસ ગજ, અંગુલ અષ્ટ પ્રમાણ/તા ઉપર
સુલ્તાન છે, ન ચૂક ચૌહાણ' કહ્યુ. આ અંદાજથી પૃથ્વીરાજે શબ્દવેધિ બાણ છોડ્યુ અને મોહમ્મદ ગોરીનુ માર્યો ગયો.

ઈતિહાસમાં લખ્યુ છે કે મો. ગોરીનુ કોઈ તેના દુશ્મને હત્યા કરી હતી. ગોરીનો કોઈ પુત્ર ન હોવાથી તેના એક વિશ્વાસુ ગુલામ અને સિપાહી કુતુબુદ્દીન એબકે ભારતમાં ગોરી દ્વારા જીતેલ રાજ્યને દિલ્લી સલ્તનતનુ રૂપ આપ્યુ. અને ગુલામ વંશનો નીવ મૂકી. આ રીતે પૃથ્વીરાજ ચૌહાણની હારથી ભારતના ઈતિહાસને વળાંક મળ્યો.

તો તમે જ્યારે દિલ્લી જાવ તો ત્યાનો કિલ્લો રાય પિથોરા જરૂર જોજો. જે તોમર શાસકે બનાવ્યો હતો અને નામ હતુ લાલ કોટા જે પાછળથી પૃથ્વીરાજની યાદમાં તેનુ નામ રાય પિથોરા કરી દેવામાં આવ્યુ. રાય પિથોરા પૃથ્વીરાજને કહેતા હતા. આ કિલ્લો આ સાહસી સમ્રાટની યાદ અપાવે છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોનાના ડરથી નથી ચલાવી રહ્યા AC, તો ગરમીમાં ઘરને ઠંડુ રાખવા અપનાવો આ 5 ટિપ્સ