Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચલ રે માટલા ટમક ટમક ટુ

ચલ રે માટલા ટમક ટમક ટુ
, સોમવાર, 9 જૂન 2025 (14:11 IST)
એક ગામમાં  એક વૃદ્ધ સ્ત્રી લાકડી પર ટેકીને ચાલતી હતી, તેની પાસે ઘણી સંપત્તિ હતી, તેણીને તેના સાસરિયાના ઘરે જવાનું હતું, જે  પાસના ગામમાં હતુ. એ ગામમાં જવા માટે એક જંગલમાંથી પસાર થવું પડતું હતું.

માજી જંગલમાંથી જઈ રહ્યાં હતાં ત્યારે એક સિંહ આવ્યો અને માજી ને કહેવા લાગ્યો કે એ ઘણો જ ભૂખ્યો છે એટલે તેને ખાઈ જશે. માજી ઘણા ચતુર હતા. તેમણે સિંહને મૂરખ બનાવવાનો રસ્તો વિચાર્યો. માજીએ સિંહને કહ્યું:

"હું તો ઘણી ઘરડી છું. ઘણી દૂબળી-પાતળી છું. તું મને ખાઇશ તો તને શું મળશે? પહેલાં મને મારી દીકરીને ઘરે જવાદે. સારું સારું ખાવા દે. તાજી - તંદુરસ્ત થવા દે. પછી મને ખાજે".
 
સિંહે વિચાર્યું કે માજીની વાત સાચી છે. આવા દૂબળા-પાતળા માજીને અત્યારે ખાશે તો એને કશું નહિ મળે. માત્ર હાડકાં જ ખાવા મળશે. એના બદલે માજી દીકરીને ઘરે જઈ આવે પછી ખાય તો એને થોડાં લોહી-માંસ પણ મળશે. આમ વિચારીને સિંહે માજીને જવા દીધા.
 
રસ્તામાં માજીને વાઘ અને રીંછ પણ મળ્યા. એમણે આ જ યુક્તિ વાપરીને બંનેને મૂરખ બનાવ્યા.
દીકરીને ઘરે થોડા દિવસ રહ્યા પછી માજીએ પોતાના ઘરે પાછા ફરવાનું વિચાર્યું. માજી જાણતાં હતાં કે એમને સિંહ, વાઘ અને રીંછ મળશે અને મારી નાખશે. 

એમણે એક યુક્તિ વાપરીને એક લાંબો, ગોળ માટલો  ખરીદ્યો, વૃદ્ધ સ્ત્રી તેમાં બેસીને શાંતિથી તેના સાસરિયાના થા પરત આવતી ત્યારે જંગલમાં સિંહે આ માટલો જોઈ. સિંહે માટલાને પુછ્યું:
 
"તેં પેલા માજીને જોયા છે જે એના સાસરિયાના ગામ ગયા છે?".
 
ચતુર માજીએ  અવાજ બદલીને માટલાની અંદરથી જવાબ આપ્યો:
 
"કઈ માજી? કયું ગામ? ચલ રે માટલા ટમક ટમક ટુ...".
 
આમ કહીને એમણે કોઠીને અંદરથી ધક્કો મારીને ગબડાવવા માંડી. સિંહ આવી પોતાની મેળે જ ચાલતા માટલાને  જોઇને ગભરાઈ ગયો અને રસ્તામાંથી ખસી ગયો. આવી જ રીતે વાઘ અને રીંછ પણ ગભરાઈને ભાગી ગયા.
 
ચતુર માજી સહી-સલામત પોતાને ઘરે પહોંચી ગયા.

Edited By- Monica Sahu 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Birthday Wishes for Best Friend in Gujarati: તમારા બેસ્ટ ફ્રેન્ડને બર્થડે વિશ કરવા મોકલો આ સુંદર મેસેજ