Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Happy Fathers day: પિતા પાલક પણ અનુશાસક પણ

ફાદર્સ ડે : પિતા પાલક પણ છે અનુશાસક પણ છે

Happy Fathers day: પિતા પાલક પણ અનુશાસક પણ
, શુક્રવાર, 14 જૂન 2019 (11:32 IST)
પિતા જીવન છે ,સંબળ છે ,શક્તિ છે ,પિતા સૃષ્ટીના નિર્માણની અભિવ્યક્તિ છે ,પિતા આંગળી પકડતા બાળકનુ સહારો છે  ,કયારેક ખટાશ છે ,પિતા પાલન છે ,શિસ્ત છે , પિતા રોબથી ચાલતું પ્રેમનું પ્રશાસન છે, પિતા બે ટંકનુ ભોજન  છે ,પિતા  કાપડ છે, ઘર પિતા છે ,પિતા નાના પંખીઓનું  મોટું આકાશ છે,  પિતા અમર- પ્રેમ છે 
 
પિતા ઘણીવાર ખાટા તો ક્યારેક મીઠા છે. 
 
"દુનિયામાં જન્મયાં પછી બાળક પોતાના આંખો માતાના ખોળામાં ખોલે છે 
પણ પોતાના પહેલું પગલું એ પિતાની આંગળી પકડીને જ ચાલતા શીખે."
 
પિતા કુટુંબના વડા તરીકે બાળક માટે આદર્શ હોય છે. જે બાળકોને દુન્યવી સફળતા અને બોધ  શીખડાવે છે. જો માતા બાળકોને સંસ્કારનો પાઠ ભણાવે છે ત્યારે પિતા  આત્મનિર્ભર બનતા બાળકોને  શીખડાવે  છે.
 
પિતાનો કડક સ્વભાવ પાછળ છુપાયેલો પ્રેમ જેને બાળકો જાણી નથી શકતા. પિતાના અનુશાસન પાછળ એક  એવો પ્યાર અને લાગણી હોય છે તે બાળકો માટે બહું જરૂરી છે. 
 
હિટલર  પાપા  લાંબા સમય સુધીના  મિત્રો છે:
 
એક સમય હતો  જ્યારે પિતા બાળકો પર હુકુમ ચલાવતા હતા .પરંતુ  આજે પિતાની આ ભૂમિકા નોંધપાત્ર રીતે બદલાઈ ગઈ  છે.આજે પિતા  તેમના બાળકો સાથે શાળા પર જાય છે ,તેમને હોમવર્ક કરવામાં મદદ કરે છે ,તેમની સાથે રમે છે , બજાર, મોલ્સ,કયાં પણ તમે આવા પિતા -પુત્રના આ ચિત્રો જોઈ શકો છો.અને સમયે બાળકોનુ  મિત્ર અને ભાઈ , માતા, બહેન બનાવવાનો પ્રયત્ન કરે છે . સંયુક્ત  કુટુંબ પ્રથા ઓસરતા પિતાની જવાબદારી અંને ભૂમિકાને વિસ્તાર મળ્યો છે. 
 
 પિતાને  એટીએમ ના સમજો :
 
હવે પિતા પહેલા કરતાં બાળકોના  પિતા ઓછા અને મિત્ર વધુ છે.પણ બાળકો આજે પિતાને એટીએમ સમજવા લાગ્યા છે જે બસ ધન કે પૈસાની પૂર્તિ કરે .પહેલાં પિતાનું ફેસલો અંતિમ નિર્ણય હતો પણ આજે  ઐચ્છિક થઈ ગયો છે.
 
એક  પિતા નામ અનેક છે:
 
બાબુજી ,પિતા, પાપા ,ડેડી   આ શબ્દો - અલગ  છે,પરંતુ તે બધાનો  એક જ અર્થ થાય છે. 

ફાધર્સ ડે પર તમારી પિતાની લાગણીઓને સમજીને તેમના મિત્ર બનવાનો પ્રયત્ન જરૂર કરજો આ જ તેમને માટે સૌથી મોટી ભેટ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

14 June World Blood Donor Day: લોહી ચઢાવતા સમયે આ વાતોનો ધ્યાન રાખો