Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બાળકનો નિબંધ - મને ટીવી બનાવી દો..

બાળકનો નિબંધ - મને ટીવી બનાવી દો..
એક દિવસ એક પ્રાથમિક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થિઓને કહ્યું કે ચાલો બાળકો આજે તમે એક નિબંધ લખીને મને આપો. નિબંધનો વિષય છે-

" જો ભગવાન તમને કાંઇ માગવાનું કહે તો તમે તેની પાસેથી શું માગશો????".

બાળકોએ તો ઉત્સાહમાં આવિને નિબંધ લખી આપ્યો. ત્યાર બાદ શિક્ષિકા તે નિબંધો ઘરે તપાસવા લઇ ગયા. સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યાં હતાં. ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડી રહ્યાં હતાં.

તેમણે પૂછ્યું," કેમ શું થયું??? કેમ રડો છો???"
શિક્ષિકાએ કહ્યું હું મારા વિદ્યાર્થિઓનાં નિબંધો તપાસું છું".
તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં' "જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ".
તેમના પતિએ તે નિબંધ વાંચ્યો. તેમાં બાળકે લખ્યું હતું-

"હે ભગવાન જો તારે મને કાંઇ આપવું જ હોય તો તું મને ટેલીવીઝન(ટી.વી.) બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું. હું ટી.વી. ની જેમ ઘરમાં રહેવા માંગું છું. જેના માટે ઘરમાં ખાસ જગ્યા હોય છે. મારી આસપાસ મારા કુટુંબનાં તમામ સભ્યો હોય. અને સાચ્ચેજ હું ગંભીર રીતે આ કહું છું જેથી મારા કુટુંબના તમામ સભ્યોનું હું મારા તરફ ધ્યાન ખેંચી શકું. તેઓ કોઇ પણ ખલેલ પાડ્યા વગર મને ધ્યાંથી જુએ અને એકચિત્તે મને સાંભળે અને કોઇ સવાલો પણ ન પૂછે અને કોઇ કામ ન ચિંધે. જ્યારે ટી.વી. બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ તે મને સાચવે. તે લોકો મન મારીને મારાથી દૂર થાય. જ્યારે પપ્પા અને મમ્મી કામ પરથી ઘરે આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટી.વી. બની ગયો હોવાથી મને તેમની કંપની મળે રહે (આમ તો તે લોકો આવે અને હું કાંઇ પણ તોફાન મસ્તી કરુ કે કોઇ વસ્તુ માંગું ત્યારે મારા પર નારાજ થાય અથવા મને મારે). અને હું મારી મમ્મી જ્યારે દુ:ખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે. અને........ અને ..... મારી સાથે રહેવા માટે મારા ભાઈ બહનો ઝગડા કરે. હું તેવા પ્રકારનાં મહત્વને અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે. અને છેલ્લે મને ટી.વી. બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, શાંતી અને આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું."

હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ આટલું જ ઇચ્છું છું કે મને ટી.વી. બનાવી દો.

શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં તેમના પતિ બોલ્યા," હે ભગવાન!!!!!!!! બિચારું બાળક!!!!! કેવા ભયાનક, નિર્દયી અને બેદરકાર માતા-પિતા છે!!!!!!!!!!!!!!!!!!!!!!!"

શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા આવાજે બોલ્યાં, " આ નિબંધ આપણા જ દીકરાએ લખ્યો છે."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અરે વાહ સેક્સ બનાવે છે બ્યુટી