બાળકોના બૂટ
કદી સારા મિત્રો બનીને નથી રહેતા
કદી આ મોઢે તો
તો કદી પેલા મોઢે
પડ્યા રહે છે.
કદી આ ખૂણે તો
કદી પેલા ખૂણે
કદી એક-બીજાના પર
ચઢેલા હોય છે.
બૂટ તો નાના બાળકોના પગમાં જ
દોડતા, અવાજ કરતા, નાચતા
ધૂળ ઉડાવતા અને
ઠોકરો ખાય છે
મોટાના બૂટ તો
મોટાઓની જેમ જ
કાયર, ડરપોક અને
નિર્જીવ હોય છે.
બૂટ તો પગમાં જ
શ્વાસ લે છે અને શોભે છે.