રાષ્ટ્રવાટિકાના ફુલોમાં એક જવાહરલાલ
જન્મ લીધો જે દિવસે તેમણે કહેવાયો તે દિવસ બાળ,
બાળકો સદા તેમને પ્રેમથી ચાચા નહેરુ કહેતા
નહેરુજી બાળકોની વચ્ચે બાળક બનીને રહેતા
એક ગુલાબ જ બધા ફુલોમાં તેમને લાગતુ વ્હાલું
ભારતમાતાના આ લાલનું વ્યક્તિત્વ હતુ નિરાળુ
આખા વિશ્વને પાઠ ભણાવ્યો શાંતિ અને અમનનો
ભારતમાતાનું માન વધાર્યુ, હતો એવો લાલ વતનનો.
આવો આજે બાળ દિવસે બાળકો માટે કાંઈક કરીએ
નહેરુજીના જન્મદિવસને સાર્થક કરી બતાવીએ.