આવ્યો રે વરસાદ, લાવ્યો પાણીનો પ્રસાદ
ઠેર ઠેર વરસ્યો છતાં થાક્યો ન વરસાદ
બહાર જ્વા મળે નહી તેથી મોટેરાંઓને ત્રાસ
બાળકોને મળે પલળવાએટલે વ્હાલો છે વરસાદ
ઝરમર-ઝરમર વરસે ત્યારે ન્હાવાંની મજા પડે
ધોધમાર વરસે ત્યારે છબ-છબ કરવાની મજા પડે
રોજ ન્હાવાંનો જોર આવે છે એવો આવે મમ્મીનો સાદ
વરસાદમાં ના પાડવા છતાં ન્હાવાથી કેવો મળે પ્રસાદ
વરસાદથી થાય લીલાંછમ ખેતરોને લીલુછમ ઘાસ
જો ના પડે તો થાય ખેડૂતોને ત્રાસ એટલે વ્હાલો છે વરસાદ