ગરમી ભારે ચેન ન મળતુ
ખૂંચે લપેટ બની તીર
વાંદરાને બોલી ઘરવાળી
ચાલો જઈએ કાશ્મીર
શરીરથી વહે પરસેવો ખારો
શુ થશે હો રામ
ગીઘ બોલ્યો આગ લાગી છે
ક્યાં કરીએ આરામ
રીંછના ગળાનુ હાંડકું
બન્યુ રજાઈ ભારે
નથી હટાવી શકાતી તેને
ગરમી કરતી બોર
કાગડા કા...કા.... બરાડતા
નથી ઘડામાં નીર
કાંકરા નાખી નાખીને હાર્યા
નથી રહી હવે ધીર
ગધેડાભાઈ તો મસ્ત થયા છે
રોજ લગાવે છે લોટ
કહેતા લોકો ખોટા બરાડતા
ગરમીના મનમાં ખોટ.