Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ જ છે સમજદારી

આ જ છે સમજદારી
-દિનેશ દર્પણ

ફળ બજારની જાહેરસભામાં
પપૈયાભાઈ જોરથી ગર્જ્યા
કેટલા ગુણ છે મારામાં જાણો
એક એક કરી ગણાવ્યા

ધીરેથી પછી દાડમ બોલી
હું શુ કોઈનાથી ઓછી છુ
એક દાડમના ચાહક સૌ
તાજગી હંમેશા આપુ છુ

ભ્રમર વાંકી કરી બોર બોલ્યો
મારામાં છે ધણી ખૂબી
મારો સ્વાદ છે અનોખો
મારા સ્વાદમાં દુનિયા ડૂબી

બોરની વાત સાંભળીને સફરજન હંસી પડ્યું
બોલ્યો એ બડબોલો મલકાવીને આંખો પહોળી
મોટા મોટા શહેરોમાં છે ભાઈ
અમારી જ ટોળી

બધાની પછી વાત સાંભળી
બોલી મીઠી કેરી
છોડીને વિવાદ એક થઈ જાઓ
આમાં જ છે સમજદારી


ભાવાનુવાદ - કલ્યાણી દેશમુખ

Share this Story:

Follow Webdunia gujarati