એકવાર શેખ ચલ્લી કુતુબ મિનાર જોવા ગયા, ત્યાં બે માણસો વાતો કરી રહ્યા હતા. એક બોલ્યો - લાગે છે કે પહેલાનાં લોકો ખૂબ લાંબા હતા, ત્યારે તો આટલી ઉંચી ઈમારત બનાવી.
બીજો બોલ્યો - તૂ તો મૂર્ખ છે. આટલી લાંબી ઈમારત આમ જ બની જતી હશે. પહેલા આને આડી પાડીને બનાવી પછી જ્યારે આખી બની ગઈ ત્યારે તેને ઉભી કરી દીધી.
શેખ ચલ્લી આ સાંભળીને બોલ્યો - તમે બંન્ને મૂર્ખ છો,આટલી પણ બુધ્ધિ નથી દોડતી ? પહેલાં એક ખાડો ખોદયો, પછી તેને પાકો કર્યો, જ્યારે તે બની ગયો ત્યારે પલટાવીને ઉભો કરી દીધો, બની ગયો કુતુબ મીનાર.