એક બાળકની પેંસિલ ખોવાઈ ગઈ હતી. એક દિવસ અ તે પોતાના જેવી જ એક પેંસિલ પોતાના મિત્રના હાથમાં જોઈને બોલ્યો - લાવ, આ પેંસિલ મારી છે.
તેના મિત્રએ જવાબ આપ્યો - કેવી પેંસિલ ? આ તો મારી છે.
જ્યારે બંને વચ્ચે કોઈ નિર્ણય ન થઈ શક્યો, તો બંને શિક્ષક પાસે ગયા. શિક્ષકે પૂછ્યુ - તુ કેવી રીતે કહી શકે છે કે આ પેંસિલ તારી જ છે ?
બાળકે કહ્યુ - મારી પેંસિલ બિલકુલ આવી જ હતી.
શિક્ષકે તેને સમજાવતા કહ્યુ - તો શુ થઈ ગયુ, શુ એક જેવી વધુ પેંસિલ ન હોઈ શકે ? જુઓ, મારી પાસે પણ આવી જ પેંસિલ છે તો શુ એ તારી થઈ ગઈ ? અને તેમણે પોતાના ખિસ્સામાંથી પેંસિલ કાઢીને બતાવી.
બાળકે કહ્યુ - જરૂર હોઈ શકે, પહેલા પણ મારી આવી ઘણી પેંસિલો ચોરાય ગઈ છે.