એક વાર પપ્પાએ નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા, મમ્મી બોલી બિસ્ટીક તો આઉટ ઓફ સ્ટોક છે. તેમના ચાર વર્ષના છોકરા બબલુને આ ખબર ન પડી આથી તેણે મમ્મીને પૂછ્યુ - મમ્મી આઉટ ઓફ સ્ટોક એટલે શુ ?
મમ્મી બોલી - જે ઘરમાં ન હોય તે.
એક દિવસ બપોરે ટીવી જોઈ રહ્યો હતો, એટલામાં કોઈ મિત્ર તેના પપ્પાને મળવા આવ્યા. તેમણે પૂછ્યુ - બેટા પપ્પા છે ?
બબલુ બોલ્યો - પપ્પા તો આઉટ ઓફ સ્ટોક છે.