લાંબી રાહ જોયા પછી છેવટે ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટક ચૂંટણી માટે પોતાનું પહેલું કાર્ડ ખોલ્યું છે. પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ યાદીમાં 189 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં બીજી યાદી પણ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભા માટે 10 એપ્રિલે મતદાન થશે અને પરિણામ 13 એપ્રિલે જાહેર કરવામાં આવશે.
અહીં જુઓ ભાજપના ઉમેદવારોની સંપૂર્ણ યાદી
અમે ફરીથી પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવીશું - ધર્મેન્દ્ર પ્રધાન
ઉમેદવારોની સંપૂર્ણ યાદી જાહેર કરતા કેન્દ્રીય મંત્રી અને કર્ણાટક ચૂંટણીના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે અમે ટિકિટ યાદીમાં સ્થાનિક કાર્યકર્તાઓને તક આપી છે. જે ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, તેમની મંજૂરી સ્થાનિક કક્ષાએથી આવી છે અને ચૂંટણી સમિતિ દ્વારા તેમના નામ પર મહોર લગાવવામાં આવી છે. તેમણે કહ્યું કે અમને ખાતરી છે કે ચૂંટણીમાં બીજેપી એકવાર ફરી જીતીને પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે.
બીજેપીની યાદીમાં 52 નવા ચહેરા
બીજેપીએ આ યાદીમાં 52 નવા લોકોને તક આપી છે. આ સાથે આ યાદીમાં OBC સમાજના 32, અનુસૂચિત જાતિના 30 અને અનુસૂચિત જનજાતિના 16 લોકોને તક આપવામાં આવી છે. આ યાદીમાં 8 મહિલા ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપની આ યાદીમાં 5 વકીલો, 9 ડોક્ટરો, 3 શિક્ષકો, 1 નિવૃત્ત IAS અધિકારી, 1 નિવૃત્ત IPS અધિકારી, 3 ભૂતપૂર્વ સરકારી કર્મચારીઓ અને 8 સામાજિક કાર્યકરોને સ્થાન આપવામાં આવ્યું છે.