Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૂર્યનુ કર્ક રાશિમાં ગોચર, ચમકાવશે આ 5 રાશિઓની કિસ્મત

sury transit
webdunia

અવિનાશ શાહ

, શનિવાર, 12 જુલાઈ 2025 (16:19 IST)
sury transit
જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યનુ વિશેષ મહત્વ છે. સૂર્યને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. સૂર્ય દર મહિને પોતાની રાશિ પરિવર્તન કરે છે. વર્તમાનમાં સૂર્ય મિથુન રાશિમા ગોચર કરી રહ્યો છે. પંચાગ મુજબ 16  જુલાઈ 2025 ના રોજ સૂર્ય પોતાના મિત્ર ચંદ્રમાંની રાશિ કર્કમાં પ્રવેશ કરશે અને એક મહિના સુધી કર્ક રાશિમાં વિરાજમાન રહેશે. કર્ક રાશિમાં સૂર્યના ગોચરનો પ્રભાવ સમસ્ત 12 રાશિઓ પર પડશે. કેટલીક રાશિઓ માટે સૂર્યનુ ગોચર સકારાત્મક અને કેટલીક રાશિઓ માટે નકારાત્મક પ્રભાવ નાખશે. વૈદિક જ્યોતિષ મુજબ સૂર્ય આત્મા, પિતા, આત્મબળ, ઉર્જા, યશ નો કારક માનવામાં આવે છે.  કર્ક રાશિઓ માટે સૂર્યનુ ગોચર સકારાત્મક અને કેટલીક રાશિઓ માટે નકારાત્મક પ્રભાવ નાખશે. વૈદિક જ્યોતિષ મુજબ સૂર્ય આત્મા, પિતા, આત્મબળ, ઉર્જા, યશનો કારક માનવામાં આવે છે. કર્ક રાશિમાં સૂર્ય વ્યક્તિનો ભાવનાત્મક અને સંવેદનશીલ બનાવેછે. સૂર્યનો ગોચરના પ્રભાવને કારણે આ 5 રાશિના જાતકોને વિશેષ લાભ પ્રાપ્ત થશે.  
 
મેષ રાશિ - મેષ રાશિ વાળા માટે સૂર્ય નો ગોચર ચતુર્થ ભાવમાં રહેશે. જે પંચમ ભાવના સ્વામી ગ્રહ છે. સૂર્યના ગોચરના પ્રભાવને કારણે મેષ રાશિવાળાનુ પરાક્રમ વધશે અને કરિયરમાં સારી તક પ્રાપ્ત થઈ શકે છે. સૂર્યના પ્રભાવને કારણે આ રાશિવાળાને પોતાના કામ પ્રત્યે રૂઝાન વધારશે અને મનમાં સંતુષ્ટિ બની રહેશે.  ચતુર્થ ભાવમાં સૂર્યના પ્રભાવને કારણે આ રાશિના જાતકોને પ્રોપર્ટીથી અધિક લાભ થઈ શકે છે.  
 
વૃષભ રાશિ : વૃષભ રાશિના લોકો માટે સૂર્યનું ગોચર ત્રીજા ભાવમાં રહેશે, જે ચોથા ભાવનો સ્વામી છે. વૃષભ રાશિના લોકો માટે સૂર્ય કેન્દ્રનો સ્વામી છે અને ત્રિકોણમાં બેઠો છે. સૂર્યનું આ ગોચર વૃષભ રાશિના લોકો માટે સારા પરિણામો આપશે. સૂર્યના ગોચરને કારણે, આ લોકોને તેમના કાર્યમાં સારી તકો મળી શકે છે અને તેમનો આત્મવિશ્વાસ અને હિંમત વધશે. પાંચમા ભાવમાં સૂર્યની હાજરીને કારણે, આ લોકોને મુસાફરી કરવાની તક પણ મળશે અને નાણાકીય લાભ પણ મળી શકે છે.
 
કન્યા રાશિ : કન્યા રાશિના લોકો માટે સૂર્યનુ ગોચર એકાદશભાવમાં થશે. એકાદશ ભાવમા& સૂર્યનો પોતાની મિત્ર રાશિમાં બેસવુ ખૂબ સારુ માનવામાં આવે છે. સૂર્યના પ્રભાવને કારણે આ રાશિવાળઓને વિશેષ ધન પ્રાપ્તિ અને આવકની નવી તક પ્રાપ્ત થશે.  આ ઘરમાં સૂર્યની હાજરી વ્યક્તિના માન-સન્માન અને પ્રતિષ્ઠામાં પણ વધારો કરે છે. તેના પ્રભાવથી વ્યક્તિની કીર્તિમાં વધારો થશે અને આર્થિક લાભ થઈ શકે છે.
 
તુલા: તુલા રાશિના લોકો માટે સૂર્યનું ગોચર દસમા ભાવમાં થશે, જે અગિયારમા ભાવનો સ્વામી હશે. આ રાશિવાળાને સૂર્યના ગોચરના પ્રભાવને કારણે  રાજયોગ અને કાર્યક્ષેત્રમાં નવી તકો મળી શકે છે. સૂર્યના ગોચર પ્રભાવથી આ લોકોને પ્રમોશન પણ મળી શકે છે. કર્ક રાશિમાં સૂર્યના પ્રભાવથી આ લોકોને તેમના પિતા સાથે મતભેદ થઈ શકે છે અથવા તેમના પિતાના સ્વાસ્થ્યની ચિંતા થઈ શકે છે.
 
વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્યનું ગોચર નવમા ભાવમાં થશે, જે દસમા ભાવનો સ્વામી હશે. નવમા ભાવમાં સૂર્યના પ્રભાવને કારણે  આ લોકોનો આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે અને આધ્યાત્મિક યાત્રાઓ થઈ શકે છે. નવમા ભાવમાં સૂર્યની દ્રષ્ટિ ત્રીજા ભાવ પર રહેશે. તેના પ્રભાવથી આ લોકોના પરાક્રમ, સન્માન અને સંપત્તિમાં વધારો થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

12 જુલાઈનુ રાશિફળ - આજે શનિવારે આ 4 રાશિના જાતકો પર થશે શનિદેવની કૃપા