Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અઠવાડિયાનુ રાશિફળ - આ અઠવાડિયે 3 રાશિના ભાગ્ય ચમકશે 23 મે થી 29 મે સુધી

અઠવાડિયાનુ રાશિફળ - આ અઠવાડિયે 3 રાશિના ભાગ્ય ચમકશે 23 મે થી 29 મે સુધી
, રવિવાર, 22 મે 2022 (13:36 IST)
મેષ- અઠવાડિયાની શરૂઆતમાં તુલામાં બુધના પ્રભાવને કારણે, તમને તમારા વર્તનમાં શાલીનતા બનાવી રાખવી પડશે કારણ કે તમારા કડવા શબ્દો કોઈની લાગણીઓને દુઃખ પહોંચાડી શકે છે. ભાગીદાર સાથે વિવાદ અને મતભેદના કારણે, તમારા વ્યક્તિગત જીવન પર પણ અસર થઈ શકે છે. ત્યારબાદ બુધના વૃશ્ચિક રાશિમાં વિસ્થાપન પછી, તમને ભાગ્યનો સાથ મળશે અને સન્માન વધશે. તેની સાથે નાણાકીય લાભ થવાના યોગ પણ બની રહ્યો છે.
 
વૃષ- જે લોકો મીડિયા અને કલા ક્ષેત્રમાં કામ કરે છે તે લોકો માટે આ સપ્તાહના શરૂઆત સારું રહી શકે છે. આ વખતે તમે પોતાને  ઊર્જાવાન અને સ્વસ્થ અનુભવ કરશો. વૃશ્ચિકરાશિમાં બુધના પ્રભાવથી ધંધાકીય પરેશાનીઓ ઉભી થઈ શકે છે, નાણાકીય નુકશાનનો સામનો પણ કરવું પડી શકે છે. આરોગ્ય તરફ ધ્યાનની જરૂર છે, ખાસ કરીને શરીરમાં દુખાવો જેવી સમસ્યાઓ તમને ત્રાસ આપી શકે છે. કોઈ મહિલા સાથે વિવાદ થઈ શકે છે અને ખર્ચ વધવાની પણ શક્યતા હોઇ શકે છે. 
 
મિથુન - નાણાકીય નુકશાનને કારણે યોજનાઓ નિષ્ફળ થઈ શકે છે, સાથે જ તમારા વિશ્વાસમાં પણ ઘટાડો થઈ શકે છે. બુધના વૃશ્ચિક રાશિમાં વિસ્થાપન પછી તમે વિરોધીઓને હરાવવામાં સક્ષમ રહેશો. નામ અને ખ્યાતિ મળશે૳. કલાકારોમાટે સારું સમય છે. સાથેજ આતોગ્ય પણ ઠીક રહેશે. તુમામાં સૂર્યના પ્રભાવથી તમારા મુસાફરી ખર્ચમાં વધારો થઈ શકે છે. વ્યવસાયમાં સુધારો કરવાના યોગ છે કોઈ જૂના મિત્ર મળી શકે છે. 
 
કર્ક- આ અઠવાડિયાની શરૂઆતમાં કર્ક રાશિના લોકો માટે મિલકતમાંથી લાભ થવાના યોગ બની રહ્યા છે. પણ સાથે જ ખર્ચ પણ વધી શકે છે. તમને તે મિત્રોની સાથે તમારી મિત્રતા વધારવી જે તમારા દુખ-સુખમાં સાથે ઊભા રહે છે. બુધના વૃશ્ચિક રાશિમાં વિસ્થાપનથી મન વિચળ રહી શકે છે અને સાથે જ સંતાન માટે ચિંતા વધી શકે છે. કાળજીપૂર્વક યોજના બનાવો. નાણાકીય સ્થિતિ સારી નહી રહેશે તુલારાશિમાં સૂર્યની અસરથી, તમારા વ્યવસાયના જીવનમાં કેટલાક સુધારા થવાના યોગ છે. 
 
સિંહ - તમને તમારી નાણાકીય પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, તેમાં સુધાર કરવા માટે કોઈ નવી યોજના બનાવી શકો છો. નાની મુસાફરી કરી શકાય છે, પરંતુ એ અપેક્ષા મુજબ સફળ રહેશે નહીં. તુલામાં સૂર્યના પ્રભાવના કારણે પોતાને ઉર્જાવાન અનુભવ કરશો. પરિવાર સાથે મુસાફરી અને પર્યટનનો યોગ છે . બિઝનેસ કામ માટે ઓછો સમય આપી શકશો. બાકીના આ સમયે તમે આનંદ કરશો. નાણાકીય ફાયદાઓના યોગ બની રહ્યા છે સાથે જ કોઈ જૂના  મિત્ર અથવા સંબંધી મળી શકે છે.
 
કન્યા- આ અઠવાડિયે નાણાકીય લાભના યોગ બની રહ્યા છે સંપત્તિ સંબંધી કાર્ય કરનારાને લાભ થઈ શકે છે. વેચાણ-ખરીદી માટે પણ આ સમય તમારા હિતમાં રહેશે . વિદ્યાર્થી માટે વિદ્યાર્થીઓ માટે તેમની પ્રતિભા બતાવવા માટે સારો સમય છે.તુલારાશિમાં સૂર્ય અસરથી તમારો ખર્ચ વધી શકે છે તેથી, જો તમે બચત નહે કરી શકતા નો રોકાણ કરવાનો પ્રયાસ કરો. ભવિષ્યની યોજના બનાવવા માટે યોગ્ય સમય છે. શબ્દોની નોંધ લો, કારણ કે તમારા કડવા શબ્દોથી કોઈની લાગણીઓને દુઃખ થઈ શકે છે.
 
 તુલા- આ અઠવાડિયાની શરૂઆતમાં તમારી રાશિમાં બુધના અસરથી તમે તમારા ધંધામાં વધારો કરવાના વિચારી શકો છો. તમારી ધાર્મિક પ્રવૃત્તિઓમાં રૂચિ વધી શકે છે. આ સમયે તમારા ગુસ્સોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરો અને કાર્યસ્થળે વિવાદ દૂર કરવાનો પ્રયાસ કરો. બુધના તુલાથી વૃશ્ચિક રાશિમાં વિસ્થાપન પછી, તમારા માન-સન્માન વધવાના યોગ છે અને સાથે નાણાકીય લાભમાં વધારો થઈ શકે છે, પરંતુ હજુ પણ બચત કરવામાં સફળ રહેશો નહીં. જો કે, તમે છેલ્લી ચુકવણી અથવા લોનમાંથી છુટકારો મેળવી શકો છો. સારી શૈક્ષણિક તકો મળી શકે છે. તમારા રાશિમાં સૂર્યની અસરથી તમારા સપના પૂર્ણ થવાના અને  અને ઇચ્છિત પરિણામો મળવાના યોગ છે. 
 
વૃશ્ચિક- તુલા રાશિમાં સૂર્યની અસરને લીધે તમને નાણાકીય નુકશાનનો સામનો કરવો પડી શકે છે. આત્મવિશ્વાસના અભાવને કારણે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે, તેથી અનુભવી લોકોની સલાહ લઈને કોઈ કામ કરો. આરોગ્યની સમસ્યાઓનો પણ સામનો કરવું પડશે સાથે જ ખર્ચ વધારાથી બચતમાં ઘટાડો થશે. પરંતુ રોકાણ વિશે વિચાર કરી શકો છો વ્યક્તિગત જીવનમાં મતભેદ ઊભી થશે. કોઈ પણ મોટો નિર્ણય લેવાનું ટાળો, કારણ કે  તેનાથી સમસ્યાઓ વધી શકે છે.
 
ધનુ -આ અઠવાડિયે તુલામાં શુક્ર અને બુધના પ્રભાવથી કાર્યક્ષેત્રમાં કેટલાક મહત્વપૂર્ણ કાર્યો કરવામાં સફળ થઈ શકો છો, જે તમારી સખત મહેનતનું પરિણામ થશે. નાણાકીય લાભ થઈ શકે છે અને આપના સ્વાસ્થ્યમાં સુધારો થશે. બુધના વૃશ્ચિકમાં વિસ્થાપનના કારણે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. તમારા પર કોઈ ઉધારી પણ ચઢાવી જાય. ભવિષ્યની યોજના બનાવતા મનને શાંત રાખવાની જરૂર છે.
 
મકર-તુલા રાશિમાં બુદ્ધના પ્રભાવના કારણે કાર્યમાં પ્રગતિના યોગ છે સાથે તમે પડકારને સ્વીકાર કરી તેને પૂર્ણ કરવામાં સફળ થશો સાથે જ સહકર્મીનો સહયોગ પણ મળશે. બુધના વૃશ્ચિક રાશિમાં વિસ્થાપનના કારણે ભાગ્યનો સાથ મળશે. જેમાં નવા વ્યવસાય શરૂ કરવા અને નવી નોકરી મેળવવાની તકો મળી શકે છે. તુલા રાશિમાં સૂર્યના પ્રભાવને લીધે ધંધાકીય રીતે સખ્ત મેહનત કરવાની જરૂર પડશે.
 
કુંભ- તુલામાં સૂર્ય અને બુદ્ધના પ્રભાવથી આરોગ્ય સારું રહેશે અને કોઈ જૂના રોગથી છુટકારો મળશે. ભાગ્યનો સાથ સતત બન્યું રહેશે. સાથે જ વૃશ્ચિક રાશિમાં બુધના પ્રસ્થાનથી તમને ઑફિસમાં વધારે કાર્યભારનો સામનો કરવો પડી શકે છે, પણ તમે તમારું ધ્યેય મેળવવામાં સફળ રહેશો. ઉચ્ચાધિકારી અને બૉસથી પ્રશંસા મળશે . પદ્દોન્નતિ, પગારવૃદ્ધિના યોગ બની રહ્યા છે. લાંબી યાત્રાઓ ટાળવી તમે કોઈ દુર્ઘટનાના શિકાર થઈ શકો છો. 
 
મીન - મીન રાશિના લોકોને તુલા રાશિમાં બુધના પ્રભાવથી અનિશ્ચિત ધન-લાભ થઈ શકે છે. જૂના કિસ્સામાં વિરોધીઓ પર વિજય મેળવવામાં સફળ થશો. સમાજમાં પ્રશંસા મળશે અને વ્યવસાયિક રીતે તમે તમારા કાર્યને પૂરા કરવામાં સફળ રહેશો. સાથે જ તુલામાં સૂર્યની અસરના કારણે તમારા આત્મવિશ્વાસમાં કમી આવી શકે છે. આ સમયે તમને તમારા વ્યવસાયના કાર્યની કાળજી લેવી પડશે, સાથે કોઈ મોટી નિર્ણય કરવાનું ટાળવું 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

22 May - આજે થશે લક્ષ્મીની કૃપા ભાગ્ય ખુલશે આ રાશિઓના