Surya Gochar October 2022: જ્યોતિષ શાસ્ત્રમાં બતાવ્યુ છે કે ગ્રહ બદલવાથી તમારુ નસીબ પણ બદલાય શકે છે. કેટલાક ગ્રહ તમરે માટે સારા હોય છે તો કેટલાક ગ્રહ તમારે માટે અમંગળ હોય છે. ગ્રહ મોટેભાગે પોતાની રાશિ બદલતા રહે છે. તેમનુ રાશિ પરિવર્તન (Rashi Parivartan) કરવુ બધી 12 રાશિઓ પર જુદો જુદો પ્રભાવ નાખે છે. બીજી બાજુ સૂર્યદેવ 17 ઓક્ટોબરના રોજ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવાના છે. સૂર્ય કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં તે લગભગ 11 દિન વિરાજમાન રહેશે. સૂર્ય ગોચરકાળમાં કેટલીક રાશિઓનુ નસીબ ચમકવાનુ છે.
મેષ - 17 ઓક્ટોબરના રોજ સૂર્યદેવ કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. જે કારણે મેષ રાશિના લોકોને ખૂબ લાભ થશે. આ રાશિવાળા પર સૂર્યદેવની કૃપા રહેશે. 11 દિવસ સુધી તમને તમારી મહેનતનુ પૂરુ ફળ મળશે. સાથે જ આ રાશિના જાતકોને જલ્દી જ શુભ સમાચાર મળી શકે છે.
ધનુ - સૂર્યનુ કન્યા રાશિથી તુલા રાશિમા પરિવર્તન ધનુ રાશિ માટે શુભ રહેશે. ઉલ્લેખનીય છે કે આ રાશિના જાતકોને ધનનો લાભ પણ થશે. સાથે જ કેટલાક સારા સમાચાર પણ સાંભળવા મળશે. આ દરમિયાન તમે જે કામમાં હાથ નાખશો, સફળતા મળશે. તમે કોઈ નવુ વાહન ખરીદી શકો છો.
વૃશ્ચિક - વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્ય ગ્રહણ લાભકારી સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમને અટકેલુ ધન પ્રાપ્ત થઈ શકે છે. તમારી વાણી મધુર હોઈ શકે છે. સમાજમાં માન સન્માન મેળવી શકો છો. સરકારી નોકરી કરનારા જાતકોને શુભ સમાચાર મળી શકે છે.
Edited by - Kalyani Deshmukh