Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Solar Eclipse 2021: આવતીકાલે છે વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ , જાણો તેની સાથે જોડાયેલ 10 વાતો

Solar Eclipse 2021: આવતીકાલે છે વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ , જાણો તેની સાથે જોડાયેલ 10 વાતો
, બુધવાર, 9 જૂન 2021 (18:25 IST)
First Surya Grahan 2021 in India: જૂનમાં વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ લાગવા જઈ રહ્યુ છે. આ દિવસ લોકોને આકાશમાં રિંગ ઓફ ફાયર નો અદ્દભૂત નજારો જોવા મળશે.  વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ વલયાકાર સૂર્ય ગ્રહણ હશે. જેને ચંદ્રમાણી છાયાને કારણે સૂર્યનો વચ્ચેનો ભાગ ઢંકાય જશે. પણ તેની કિનારીઓથી રોશની નીકળતી જોવા મળશે. આ સ્થિતિમાં સૂર્યના ચારે બાજુ એક રિંગ જેવી આકૃતિ જોવા મળશે. આ ઘટનાને રિંગ ઓફ ફાયર કહેવામાં આવે છે. 

 
- સૂર્ય ગ્રહણ સંપૂર્ણ રીતે એક ખગોળીય ઘટના છે. જ્યારે કોઈ ખગોળીય પિંડ પૂર્ણ કે આંશિક રૂપથી કોઈ બીજા પિંડથી ઢંકાય જાય છે, તો ગ્રહણની ઘટના હોય છે. ગ્રહણમાં ચંદ્રમા અને સૂર્યની ભૂમિકા મહત્વની હોય છે. જાણો સૂર્ય ગ્રહણ સાથે જોડાયેલ આ ખાસ વાતો.. 
 
1 આ વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ અને બીજુ ગ્રહણ છે. આ પહેલા બુદ્ધ પૂર્ણિમાના દિવસે વર્ષનુ પ્રથમ ચંદ્ર ગ્રહણ લાગ્યુ હતુ. 
 
2. આ સૂર્યગ્રહણ હિન્દુ પંચાગ મુજબ, જયેષ્ઠ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યાએ વૃષભ અને મૃગાશીરા નક્ષત્રમાં લાગવાનુ છે. 
 
3.  આ ગ્રહણમાં, ચંદ્રમાં સૂર્યના 97 ટકા ભાગને પોતાની છાયાથી ઢાંકી લેશે અને ચંદ્રમાની છાયાથી સૂર્યના ચારે તરફ વલયાકાર એટલે કે રિંગ  જેવી આકૃતિ બનશે. 
 
4. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આંશિક રૂપે  ભારતમાં દેખાશે. જેના કારણે સુતક સમયગાળો દેશમાં માન્ય રહેશે નહીં.
 
5. વલયાકાર સૂર્યગ્રહણની લાંબી અવધિ 3 મિનિટ 44 સેકંડ હશે.
 
6. આ ગ્રહણ કેનેડા, રશિયા, ગ્રીનલેંજમાં જોઇ શકાય છે. અહીં  પૂર્ણ સૂર્યગ્રહણ રહેશે. . જ્યારે ઉત્તર અમેરિકા, યુરોપ અને ઉત્તર એશિયાના ભાગોમાં આ સૂર્યગ્રહણ જોવા મળશે.
 
7. વર્ષના પ્રથમ સૂર્ય ગ્રહણ દિવસે વટ સાવિત્રી વટ અને શનિ જયંતિ પણ છે.
 
8. સૂર્યગ્રહણ બપોરે 1:42 વાગ્યે શરૂ થશે અને સાંજે 06:41 વાગ્યે સમાપ્ત થશે.
 
9.વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ 4 ડિસેમ્બરે થશે.
 
10. સૂર્યગ્રહણ દરમિયાન પૂજા પાઠ અને શુભ કાર્યો પર પ્રતિબંધ હોય છે. ગ્રહણને અશુભ ઘટના તરીકે જોવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજનુ રાશિફળ - (09/06/2021) આજે આ 4 રાશિના જાતકોએ સાચવવુ