Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

16 જુલાઈ 2019 - વર્ષનુ બીજુ ચંદ્ર ગ્રહણ આજે, જોતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન

16 જુલાઈ 2019 - વર્ષનુ બીજુ ચંદ્ર ગ્રહણ આજે, જોતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન
, મંગળવાર, 16 જુલાઈ 2019 (17:53 IST)
16 જુલાઈ. આજે ચંદ્ર ગ્રહણ છે. તેને સમગ્ર ભારતમાં જોઈ શકાશે.  આ ચંદ્ર ગ્રહણ 3 કલાક સુધી રહેશે. 
 
ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ વિલક્ષણ ખગોળીય ઘટના છે. જે દરેક વર્ષે બને છે.  તેને ખુલ્લી આંખોથી જોવુ ખૂબ નુકશાનકારક માનવામાં આવે છે. નરી આંખો વડે ગ્રહણ જોવાથી આંખોની રોશની પર તેનો પ્રભાવ પડે છે.  આંખોની રોશની મંદ પડી શકે છે.  આમ તો માહિતગારો મુજબ સૂર્યગ્રહણને નરી આંખો જોવુ નુકશાનદાયક હોય છે. ચંદ્રગ્રહણ નરી આંખો જોવાથી નુકશાન થતુ નથી. 
 
આજે ચંદ્ર ગ્રહણ લાગવાનુ છે. તેને સમગ્ર ભારતમાં જોઈ શકાશે. અનુમાન છે કે ચંદ્ર ગ્રહણ લગભગ 3 કલાક સુધી રહેશે. આ 16 જુલાઈ એટલે કે આજે રાત્રે લગભગ 1 વાગીને 32 મિનિટ પર લાગશે અને 4 વાગીને 31 મિનિટ પર સમાપ્ત થશે. 
 
-તમે આજનુ ચંદ્ર ગ્રહણ  જોવા જઈ રહ્યા છો તો આ વાતો તમારા કામની છે.  સૂર્યગ્રહણની જેમ ચંદ્ર ગહણ જોવા માટે તમે ખૂબ વધુ સાવધાની રાખવાની જરૂર નથી.  તમે કોઈ વિશેષ સોલર ફિલ્ટરવાળા ચશ્મા સાથે કે તેના વગર પણ ચદ્ર ગ્રહણને ખૂબ જ સહેલાઈથી જોઈ શકો છો. 
 
-તમે તમારા ઘરની અગાશી ખુલ્લા મેદાન કે પાર્કમાં ઉભા રહીને આંખો ઉપર ઉઠાવીને સીધા ચંદ્રગ્રહણ જોઈ શકો છો. 
 
-ચંદ્ર ગ્રહણ જોવા માટે તમને તમારી આંખોની સુરક્ષાની ચિંતા ન કરવી જોઈએ. કારણ કે ચંદ્રમાની રોશની આંખો પર કોઈ હાનિકારક પ્રભાવ નથી નાખતી.  તેથી તમે ચશ્મા લગાવ્યા વગર ચંદ્રગ્રહણને જોઈ શકો છો. 
 
ચંદ્રમા કરતા સૂર્યની રોશની અત્યાધિક તેજ હોય છે. જે આંખો માટે નુકશાનદાયક હોય છે.  સૂર્ય ગ્રહણ દરમિયાન સોલર રેડિએશનને કારણે આંખોના નાજુક ઊતક ક્ષતિગ્રસ્ત થઈ જાય છે.  જેને કારણે આંખોની રેટિના પર તેનો નકારાત્મક પ્રભાવ પડે છે.  જ્યારે કે ચંદ્રગ્રહણ દરમિયાન સોલર રેડિએશનનો કોઈ ખતરો નથી રહેતો અને ન તો આંખો પ્રભાવિત થાય છે.  આ જ કારણ છે કે ચંદ્ર ગ્રહણને ખુલ્લી આખો વડે જોઈ શકાય છે. 
 
પણ જો તમે જ્યોતિષ અને ધર્મમાં વિશ્વાસ કરો છો તો ચંદ્ર ગ્રહણને જોવાથી બચો. ચંદ્ર ગ્રહણ દિલ, મગજ અને મન પર અસર કરે છે.  જેવુ કે જળ સ્તરના પ્રમાણને ચંદ્ર ગ્રહણ પ્રભાવિત કરે છે. એ જ રીતે ભાવનાઓના ઉછાળ પર પણ અસર નાખે છે. 
 
-ચંદ્ર ગ્રહણ જોયા પછી અને ગ્રહણ દરમિયાન તમે ઉદ્દવિગ્ન, વિચલિત કે ક્રોધિત રહી શકો છો. 
 
-ચંદ્ર ગ્રહણ જોવાથી માથુ ભારે થવાને ફરિયાદ થઈ શકે છે. 
 
-માનસિક બીમારીઓથી ગ્રસ્ત વ્યક્તિને ચંદ્ર ગ્રહણથી દૂર રાખવામાં આવે છે. 
 
-જો તમે ખૂબ ભાવુક પ્રકારના વ્યક્તિ છો તો પણ ચંદ્ર ગ્રહણ જોવાથી તમારી ભાવનાઓમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. 
 
-ચંદ્ર ગ્રહણ જો તમારી રાશિ માટે અશુભ બતાવાય રહ્યુ છે તો પછી મોર્ડન હોવાના ચક્કરમાં તેને જોવાનો પ્રયાસ ન કરો. તમારી માહિતી માટે બતાવી દઈએ કે મેષ, કર્ક, તુલા, કુંભ, મીન રાશિઓ માટે ગ્રહણ શુભ યોગ લઈને આવ્યુ છે. જ્યારે કે મિથુન, વૃષભ, સિંહ, કન્યા, વૃશ્ચિક, ધનુ, મકર રાશિના લોકો માટે આ ગ્રહણના વધુ સારા પરિણામ નહી રહે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vastu tips in gujarati- ભૂલથી પણ ઘરમાં ન લગાવવી આ 3 પ્રકારની ફોટા...