Publish Date: Thu, 11 Jul 2019 (07:12 IST)
Updated Date: Wed, 10 Jul 2019 (10:00 IST)
તારીખ 11 ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 2 રહેશે. અગિયારની સંખ્યા પરસ્પર મળીને બે થાય છે. આ રીતે તમારો મૂલાંક 2 રહેશે. આ મૂલાંકને ચંદ્ર ગ્રહ સંચાલિત કરે છે. ચન્દ્ર ગ્રહ મનનો કારક હોય છે. તમે વધુ ભાવુ ક છો. તમારો સ્વભાવ શંકાળુ પણ હોય છે. બીજાના દુખ દર્દથી પરેશાન થવુ એ તમારી કમજોરી પણ છે. તમે માનસિક રૂપે તો સ્વસ્થ છો પણ શારીરિક રૂપે તમે કમજોર છો. ચન્દ્ર ગ્રહ સ્ત્રી ગ્રહ માનવામાં આવે છે. તેથી તમે અત્યંત કોમળ સ્વભાવના છો. તમારી અંદર અભિમાન બિલકુલ નથી. ચદ્ર સમાન તમારા સ્વભાવમાં પણ ઉતાર ચઢાવ જોવા મળે છે. તમે જો ઉતાવળ છોડો તો તમારા જીવનમાં ખૂબ જ સફળ થશો.
શુભ તારીખ - 2, 11, 20, 29
શુભ અંક : 2, 11, 20, 29, 56, 65, 92
શુભ વર્ષ : 2027, 2029, 2036
ઈષ્ટદેવ :ભગવાન શિવ, બટુક ભૈરવ
શુભ રંગ - સફેદ આછો ભૂરો સિલ્વર
કેવુ રહેશે વર્ષ
મૂલાંક 2નો સ્વામી ચંદ્ર છે. અને વર્ષનો સ્વામી બુધ છે. અને આ બંને વચ્ચે શત્રુતા છે. આ વર્ષ ખૂબ સમજદારીથી ચાલવુ પડશે. લેખન સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી પડશે. જોયા વગર કોઈપણ કાગળ પર સહી ન કરશો. કોઈ નવીન કાર્ય યોજનાઓની શરૂઆત કરતા પહેલા વડીલોની સલાહ લો. વેપાર વ્યવસાયની સ્થિતિ ઠીક ઠીક રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિ સાચવીને ચાલવાનો સમય છે. પારિવારિક વિવાદ પરસ્પર હળીમળીને જ ઉકેલવો. દખલગીરી ઠીક રહેશે નહી.
મૂલાંક 2ના પ્રભાવવાળી વિશેષ વ્યક્તિ
- મહાત્મા ગાંધી
- અમિતાભ બચ્ચન
- હિટલર
- લાલ બહાદુર શાસ્ત્રી
- થોમસ અલ્વા એડીસન
- ટીના અંબાણી
webdunia
Publish Date: Thu, 11 Jul 2019 (07:12 IST)
Updated Date: Wed, 10 Jul 2019 (10:00 IST)