Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Weekly Astro - જાણો કેવુ રહેશે આ અઠવાડિયુ આપને માટે (23/04/2018 થી 29/04/2018 સુધી)

Weekly Astro - જાણો કેવુ રહેશે આ અઠવાડિયુ આપને માટે (23/04/2018 થી 29/04/2018 સુધી)
, સોમવાર, 23 એપ્રિલ 2018 (13:08 IST)
મેષ - કોર્ટનું કોઈપણ કામ મન લગાવીને કરવુ ઠીક રહેશે.  22 એપ્રિલ સુધી ભાગદોડ રહેશે.  22 થી 24ના બપોર સુધી જમીનને લગતા અને કોર્ટના કામકાજ ન કરો તો સારુ નહી તો પરિણામ સારા નહી મળે. વિરોધીઓને કમજોર સમજવાની ભૂલ તમને મોંધી પડી શકે છે. 
વૃષભ - મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, યુવાવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીન જાણકારી કે શીખવાની તક મળે અને તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળે, વેપારના કામકાજમાં તમને આત્મવિશ્ર્વાસ સારો જોવા મળે તેમજ ક્યાય લાભ થાય નવા કોઈ કામકાજમાં ઉતાવળ ના કરવી 
 
મિથુન  - આ અઠવાડિયે કુટુંબ પરિવારમાં કોઈપણ પ્રકારના વિવાદથી બચો નહી તો પરેશાનીમાં ફંસય જશો.  જો નોકરી બદલવાની ઈચ્છા છે તો જલ્દી પૂરી થશે.  સાથે આવક પણ વધશે.  રોકાયેલા કામ પાર પડશે. માતાપિતાનુ સ્વાસ્થ્ય સારુ રહેશે.  વિદ્યાર્થીને સારુ પરિણામ મળશે. 
 
કર્ક - આ અઠવાડિયે માનસિક તનાવ વધવાથી પરેશાની થઈ શકે છે. તેથી ધૈર્યથી કામ લો. તમે વિરોધીઓ પર હાવી રહેશો પણ શારીરિક રૂપે કેટલીક સમાસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કાર્ય ક્ષેત્ર માટે સૌથી સારો સમય છે. જેમને સરકારી નોકરી મેળવવાની ઈચ્છા છે તેમને નોકરી મળવાની શક્યતા છે.  ખાનગી નોકરી કરનારાઓને પ્રમોશન મળશે.  તનાવથી બચવા માટે વિદ્યાર્થીઓએ થોડો સમય મનોરંજન માટે પણ કાઢવો જોઈએ. 
 
સિંહ - આ અઠવાડિયુ સિંહ રાશિ માટે સારુ રહેવાનુ છે. માન સન્માનમાં વૃદ્ધિ થશે. તમારી અંદર ધાર્મિક ચિંતનની વૃદ્ધિ થશે.  સરકારી કાર્યથી લાભ થશે.  આ દરમિયાન પિતાને સ્વાસ્થ્ય સંબંધી પરેશાની થઈ શકે છે.  કાર્યસ્થળ પર તમારા કાર્યની પ્રશંસા થશે.  પારિવારિક જીવન આનંદપૂર્ણ. વિદ્યાર્થીઓ માટે પડકારનો સમય છે. ખર્ચ વધી શકે છે. 
 
 
કન્યા - પારિવારિક જીવનમાં અશાંતિ રહી શકે છે.  માતાના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતિત રહેશે.  વાણીમાં પ્રભાવ વધશે અને સમાજમાં સન્માનની પ્રાપ્તિ થશે. કાર્યક્ષેત્ર માટે મિશ્રિત સમય રહેશે. કોઈપણ પ્રકારની કંટ્રોવર્સીથી બચીને રહો. તમારા વરિષ્ઠ અધિકારી તમારા પર નજર રાખી શકે છે. 
અચાનક કોઈ સારા સમાચાર મળી શકે છે.  સંતાનને માનસિક તનાવમાંથી પસાર થવુ પડી શકે છે. 
 
તુલા - આ અઠવાડિયે ઓફિસમાં તમને કેટલાક વિરોધાભાસનો સમાનો  કરવો પડી શકે છે. તેથી થોડા સાવધ રહેજો  પારિવારિક જીવનમાં ઉતાર ચઢાવ જોવા મળશે. તમાર ભાઈ-બહેનોના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તેમના આરોગ્યનુ ધ્યાન રાખો.  બીજી બાજુ ભાઈ બહેનો તરફથી તમને બધી મદદ મળશે.  સંતાનનુ સ્વાસ્થ્ય બગડી શકે છે. તેથી તેનુ ધ્યાન રાખજો. વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડશે. 
 
વૃશ્ચિક - આ અઠવાડિયે વૃશ્ચિક રાશિના જાતક તંદુરસ્તી પર ધ્યાન આપે અને નિયમિત રૂપે યોગાભ્યાસ કરે. આ અવધિમાં કુટુંબમાં કોઈપણ પ્રકારનો વિવાદ થઈ શકે છે તેથી વાણીમાં સંયમ રાખજો નહી તો તેનો પ્રભાવ તમારા સંબંધો પર પડી શકે છે. જો તમે કોઈ પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને તેમા સફળતા મળશે.  વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જઈ શકે છે. 
 
ધનુ - આ અઠવાડિયે તમને કોઈ જૂની બીમારીમાંથી છુટકારો મળી શકે છે. બીજી બાજુ જરૂરિયાત કરતા વધુ પરેશાન થવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડી શકે છે.  તેથી મેડિટેશન કરવાની સલાહ છે. કાર્યક્ષેત્રમાં તમારી યોગ્યતા પ્રમાણિત થશે અને તમારા પ્રયાસોને પ્રશંસા મળશે.  વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.  સંતાન માટે સમય પ્રગતિ દાયક છે.  આ અઠવાડિયે ધન મળવાની પ્રબળ શક્યતા છે. 
 
 મકર - આ અઠવાડિયે વિદેશ જવાની ઈચ્છા ધરાવતા લોકોની મનોકામના પૂર્ણ થશે. બીજી બાજુ જે લોકો પહેલાથી વિદેશમાં વસ્યા છે તેમને માટે સમય સારો રહેશે.  જો કે તમારે તમારા સ્વાસ્થ્યનું પૂર્ણ રૂપે ધ્યાન રાખવુ જોઈએ અને સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પરેશાનીને નજર અંદાજ ન કરવી જોઈએ. વાહન વગેરે સાચવીને ચલાવો.  સંતાન માટે સમય સારો છે.  વિદ્યાર્થીઓને અભ્યસામાં સારુ કરવાની તક મળશે. 
 
 
કુંભ - આ અઠવાડિયે બહારી સ્ત્રોતોથી ધન લાભના માર્ગ ખુલશે અને કાર્યક્ષેત્રમાં વિકાસ થશે. જો કે સારુ રહેશે કે તમે વરિષ્ઠ અધિકારીઓ સાથે સારો સંબંધ બનાવી રાખો અને તેમની સાથે કોઈ વાતને લઈને વિવાદ ન કરો.  પારિવારિક જીવન આનંદથી પસાર થશે. વિદ્યાર્થીઓને મહેનત કરવી પડશે. સંતાનના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવુ પડશે.  વિરોધીઓ તમારા પર હાવી રહેશે તેથી સાવધ રહેજો. 
 
મીન - આ અઠવાડિયે માનસિક ક્ષમતા અને યોગ્યતામાં વૃદ્ધિ થશે. કાર્યસ્થળ પર કૉંટ્રોવર્સીથી બચવાનો પ્રયાસ કરો અને કોઈની પણ સાથે વિવાદ કરશો નહી.. અન્યથા સમસ્યા થઈ શકે છે.  સરકારી વિભાગથી ધન પ્રાપ્તિની શક્યતા છે.  તમારા પરિવારનો માન અને યશ વધશે.  તમારા સંતાનને કોઈ સમસ્યા થઈ શકે છે. વિદ્યાર્થીઓને એકાગ્રતાની કમીનો સામનો કરવો પડશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જ્યોતિષ - આ રીતે જાણી શકો છો કે તમારી પત્ની કેવી હશે ?