ગુરૂનુ રાશિપરિવર્તન - ગુરૂએ બદલી ચાલ... આ રાશિઓના લોકો થશે માલામાલ

શુક્રવાર, 12 ઑક્ટોબર 2018 (16:22 IST)
શાસ્ત્રોમાં ગુરૂ કે બૃહસ્પતિનુ અત્યંત ઉચ્ચ સ્થાન પ્રાપ્ત છે. બુદ્ધિ અને કૌશલના સ્વામી આ નક્ષત્રને શુભ અને અમૃતમયી માનવામાં આવે છે. તેથી તેમની કોઈપણ ચાલ પ્રત્યેક જાતકને પ્રભાવિત કરે છે. 
 
11 ઓક્ટોબરના સાંજે 7.29 મિનિટ પર ગુરૂ કે બૃહસ્પતિએ તુલા રાશિમાંથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી લીધો છે. છેલ્લા 1 વર્ષથી ગુરૂ તુલા રાશિમાં હતો. ગુરૂ હવે વૃશ્ચિક રાશિમાં 5 નવેમ્બર 2019 સુધી રહેશે. આવો જાણીએ આ રાશિ પરિવર્તનનો વિવિધ રાશિઓ પર શુ પ્રભાવ પડશે. 
 
મેષ - રાશિના જાતકો માટે આ પરિવર્તન સુખદ રહેશે અને મુશ્કેલીઓ વચ્ચે પણ આશાનુ કિરણ જોવા મળશ્સે. અસ્થિર ચિત્ત અને તનાવમાં કમી આવશે. પીળા પુષ્પ મંદિરમાં 
 
ચઢાવવાથી માનસિક શાંતિ મળશે. 
 
વૃષભ - આ રાશિના જાતકો માટે આ સમય આર્થિક દ્રષ્ટિએ લાભકારી છે કાર્ય વેપારમાં સફળતા પ્રાપ્ત થશે. આળસથી બચો અને તકો પર ધ્યાન આપો. દાન પુણ્યની 
 
ભાવનાનો ઉદય થશે. 
 
મિથુન રાશિના જાતકોને પરેશાનીનો સામન કરવો પડી શકે છે. કાર્યોમાં અવરોધ આવશે. ચિંતા તનાવથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે. સવારે રોજ મંદિર 
 
જવાથી લાભ થશે. 
 
કર્ક રાશિના જાતકો માટે ગુરૂ શ્રેષ્ઠ પ્રભાવ આપશે. અનુકુળ પરિણામ મેળવવા માટે અત્યાધિક પ્રયાસ કરવો પડશે.  મહેનતથી જ ફળ પ્રાપ્ત થશે.  રોજ ગૌ પૂજન અને તેમને 
 
પલાળેલી ચણાની દાળ ખવડાવવથી લાભ થશે. 
 
સિંહ રાશિના જાતકો માટે નકારાત્મક રહેશે. આર્થિક દ્રષ્ટિથી મહત્વપૂર્ણ છે. આવક માટે નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. મિત્ર પરિજનો તરફથી તનાવની સ્થિતિ બની શકે છે. સત્સંગમાં 
 
જવાથી લાભ થશે. 
 
કન્યા રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિથી શુભ. માન-સન્માન, પદ પ્રતિષ્ઠા અને સારુ સ્વાસ્થ્ય રહેશે.  ભૌતિક સુખ સુવિદ્યાઓમાં વૃદ્ધિ થશે. રોજ સવાર સવારે સૂર્યના દર્શન 
 
કરો અને અર્ધ્ય આપવાથી લાભ થશે. 
 
તુલા રાશિના જાતકો માટે ગુરૂનુ વૃશ્ચિકમાં ભ્રમણ દુખ ક્લેશ અને વિવાદ ઉત્પન્ન કરશે.  કાર્યક્ષેત્રમાં પણ પડકાર આવશે. સફળતા માટે કઠિન સંઘર્ષ કરવો પડશે. દત્તાત્રેય 
 
ભગવાનની રોજ આરાધના કરવાથી લાભ થશે. 
 
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ પરિવર્તન ભાગ્ય ચમકાવનારુ રહેશે. પણ સ્વાસ્થ્યમાં કોઈ બેદરકારી ન રાખશો. કાર્ય વેપારમાં ધન લાભ થશે. સવારે રોજ શિવ મંદિરમાં 
 
જવાથી લાભ થશે. 
 
ધનુ રાશિના જાતકો માટે નકારાત્મકતા વધશે. સામાજીક, રાજનીતિક ક્ષેત્રો સાથે જોડાયેલ વ્યક્તિને સમસ્યા આવશે. સંચિત ધન વ્યય થશે. કાળા કૂતરાને દૂધ પીવડાવવાથી 
 
લાભ થશે. 
 
મકર રાશિના જાતકો માટે શુભ્રતા આવશે અને વિધ્ન મટશે. આર્થિક પક્ષ મજબૂત થશે. નવા રોકાણથી સફળતા મળશે. નોકરીમાં પદોન્નતિની શક્યતા છે. શુભ્રતા માટે 
 
હનુમાનજીના દર્શન કરો. 
 
કુંભ રાશિના જાતકોને પરિવર્તનથી હાનિ અને માનસિક ચિંતા થવાની આશંકા છે. કાર્યોમાં અવરોધ આવશે. ખર્ચ પણ વધશે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરતી વખતે પીળા વસ્ત્ર 
 
પહેરવાથી લાભ થશે. 
 
મીન રાશિના જાતકો માટે વિશેષ સૌભાગ્યનો યોગ છે. આયુ આરોગ્ય સુખ એશ્વર્ય બધાની પ્રાપ્તિ થશે. કાર્યોમાં સફળતા સંતાન તરફથી સુખની પ્રાપ્તિ થશે. શુભ્રતા બનાવી રાખવા માટે રોજ ગાયત્રી મંત્રનો જાપ કરો. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ જાણો શું કહે છે આજે તમારી રાશિ 12/10/2018