Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Solar Eclipse 2018 - 15 ફેબ્રુઆરીના રોજ પડી રહ્યુ છે પ્રથમ સૂર્યગ્રહણ.. આ છે ગ્રહણનો સમય

Solar Eclipse 2018 - 15 ફેબ્રુઆરીના રોજ પડી રહ્યુ છે પ્રથમ સૂર્યગ્રહણ.. આ છે ગ્રહણનો સમય
, બુધવાર, 14 ફેબ્રુઆરી 2018 (17:25 IST)
વર્ષ 2018 નુ પ્રથમ સૂર્ય ગ્રહણ 15 ફેબ્રુઆરી 2018ના રોજ પડશે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2018માં આવેલ ચંદ્ર ગ્રહણ પછી અમાવસ્યાના રોજ સૂર્યગ્રહણ પડશે. સૂર્યગ્રહણના 12 કલાક પહેલા સૂતક લાગી જાય છે અને આ દરમિયાન કેટલાક કાર્યને કરવાની મનાઈ હોય છે. આ સૂર્યગ્રહણ આંશિક ગ્રહણ રહેશે. 
 
સૂતકમાં વર્જિત છે કેટલાક કામ 
 
ગ્રહ દશા મુજબ સૂર્યગ્રહણના 12 કલાક પહેલા સૂતક લાગી જાય છે. આ દરમિયાન કેટલક કાર્ય કરવાની મનાઈ હોય છે. તેથી આ દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવાથી બચવુ જોઈએ. 
 
ગ્રહણનો સમય શુ છે ?
 
ભારતીય સમય મુજબ આ ગ્રહણ 15 ફેબ્રુઆરીની રાત્રે 12 વાગીને 25 મિનિટ પર શરૂ થશે અને સવારે 4 વાગ્યે તેમને મોક્ષ થશે. પણ એવુ બતાવાય રહ્યુ છે કે 15 ફેબ્રુઆરીના રોજ સૂર્ય ગ્રહણ દેખાશે નહી કારણ કે તેની અસર આંશિક છે. 
 
આ વાતોનુ રાખો ધ્યાન 
 
સૂર્ય ગ્રહણ દરમિયાન કોઈપણ શુભ કામ ન કરવુ જોઈએ. કારણ કે સૂતક હાવી રહે છે.  ગ્રહણ પછી ગરીબોમાં અન્ન કે પોતાની રાશિ મુજબ દાન કરવુ સારુ માનવામાં આવે છે.  ગ્રહણમાં ગર્ભવતી મહિલાઓ બાળકો અને વડીલોને ઘરમાંથી બહાર ન નીકળવુ જોઈએ. એવી ધારણા છે કે એ સમયના કેટલાક કિરણો ખતરનાક અસર નાખી શકે છે. ગહણ દરમિયાન પૂજા પાઠનુ વિધાન ક હ્હે. 13 ફેબ્રુઆરીના રોજ સૂર્ય મકર રાશિથી કુંભ રાશિમાં પોતાનુ સ્થાન બદલી ચુક્યો છે.  ત્યારબાદ સૂર્ય ગ્રહન છે. આવી દશામાં બધી 12 રાશિયો પર સૂર્યના આ ગોચરની અસર જોવામાં આવશે.  જ્યા એક બાજુ કેટલીક રાશિયો માટે આ ગ્રહણ સારુ સાબિત થશે તો બીજી બાજુ કેટલીક રાશિયો પર આનો નકારાત્મક પ્રભાવ રહેશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

14 જાન્યુઆરીનું રાશિફળ- જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (14/02/2018 )