Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

22 માર્ચનું રાશિફળ - આજે આ રાશિને થશે આકસ્મિક ધનલાભ (22/03/2018)

22 માર્ચનું રાશિફળ - આજે આ રાશિને થશે આકસ્મિક ધનલાભ (22/03/2018)
, ગુરુવાર, 22 માર્ચ 2018 (10:21 IST)
મેષ -  સારા લોકોથી મુલાકાત થઈ શકે છે, જે તમારા હિતચિંતક રહેશે. વિચારોમાં સકારાત્મકતા અને આશાજનક પ્રવૃત્તિ રાખવી. કાર્યની ગતિ વધશે. રાશી ફલાદેશ આરોગ્ય અનુકૂળ રહેશે. કુટુંબના સદસ્યો તરફ ખાસ ધ્યાન આપવું. પ્રબળ આત્મવિશ્ચાસ તથા દૃઢ નિશ્ચયથી જટિલ કાર્યનો પણ ઉકેલ થશે.
 
વૃષભ-સ્‍ફૂર્તિલો પ્રસન્‍નતાભર્યો દિવસ રહે. આરોગ્‍ય સારું રહેતાં સુખ અને આનંદની અનુભૂતિ થાય. સગાંવહાલા કે મિત્રો તરફથી ઉ૫હાર મળે. પ્રવાસ અને સ્‍વાદિષ્‍ટ ભોજન આપના દિવસને આહલાદક બનાવશે. આર્થિકલાભની શક્યતા છે. લગ્‍નજીવનનું શ્રેષ્‍ઠ સુખ માણી શકશો એમ ગણેશજી કહે છે.
 
મીથુન-આજે સંયમશીલ અને વિચારપૂર્ણ વર્તન આપને ઘણા બધા અનિષ્‍ટોમાંથી ઉગારી લેશે. આપના વાણી વર્તનથી ગેરસમજ ઉભી થાય. શારીરિક કષ્‍ટ, મનને પણ અસ્વસ્થ બનાવશે. કુટુંબમાં કલેશનું વાતાવરણ રહે. આંખમાં પીડા થાય. ખર્ચનું પ્રમાણ વધારે રહે. આધ્‍યાત્મિક વલણ માનસિક શાંતિ આપી શકશે.
webdunia
કર્ક-આકસ્મિક ધનપ્રાપ્તિ અને બહુવિધ લાભ આપના આજનો દિવસ મિત્રો, સગાંસ્‍નેહીઓ તથા પ્રીયજનની સંગે ખૂબ રોમાંચક અને આનંદપ્રદ બની રહેશે. એમ ગણેશજી કહે છે. આવકમાં વૃદ્ઘિ થાય. વેપારીઓને નફાકારક સોદા થાય. પુત્ર અને ૫ત્‍નીથી લાભ થાય. પ્રવાસ ૫ર્યટન તેમજ લગ્‍નોત્‍સુક પાત્રો માટે લગ્‍નના યોગ છે. ઉત્તમ ભોજન અને સ્‍ત્રી સુખ મળે.
 
સિહ-આપના કાર્યોમાં વિલંબથી સફળતા મળશે. ઓફિસ કે ઘરમાં જવાબદારીનો બોજ વધશે. જીવનમાં વધુ ગંભીરતાનો અનુભવ કરશો. નવા સંબંધો બાંધવા કે કાર્ય અંગે મહત્‍વના નિર્ણયો ન લેવાની ગણેશજી સલાહ આપે છે. પિતા સાથે મતભેદ ઉભા થાય. શુભ પ્રસંગોના આયોજન માટે સમય સારો નથી.
 
કન્યા-શરીરમાં થાક, આળસ અને ચિંતાનો અનુભવ થશે. સંતાનો સાથે મતભેદ કે મનદુ:ખ થાય. તેમના આરોગ્‍યની ચિંતા સતાવે. ઓફિસમાં ઉ૫રી અધિકારીઓ સાથે આપને વાદવિવાદ થાય. રાજકીય મુશ્‍કેલીઓનો સામનો કરવો ૫ડે. ધાર્મિક કાર્યો કે ધાર્મિક યાત્રા પાછળ ધનખર્ચ થાય. ભાઇભાંડુઓ દ્વારા લાભ થવાની શક્યતા
webdunia
તુલા-તંદુરસ્‍તીની દરકાર રાખવી ૫ડશે. કટુ વચન કે ખરાબ વર્તનના કારણે ઝઘડો વિવાદ સર્જાય. ક્રોધ અને કામવૃત્તિ ૫ર સંયમ જરૂરી બનશે. હિતશત્રુઓ વધારે પ્રવૃત્ત થાય. આકસ્મિક ધનલાભ થાય. સમયસર ભોજન મળવામાં વિલંબ તેમજ વધારે ૫ડતો ખર્ચ આપના મનને અસ્‍વસ્‍થ બનાવશે. સ્‍ત્રીઓ તેમજ જળાશયોથી દૂર રહેવું હિતાવહ છે
 
વૃષિક-આનંદ, મોજ મસ્‍તીથી ભરેલા આજના દિવસ દરમ્‍યાન આપને વિજાતીય પાત્રોની નિકટતા મળશે. નવા વસ્‍ત્રો ૫રિધાન થશે. ઉત્તમ ભોજન, ૫ર્યટન, મિત્રો સાથે મનોરંજન આપના હૃદયને પુલકિત કરી દેશે. શ્રેષ્‍ઠ દાંપત્યસુખની પ્રાપ્‍િત થાય. ભાગીદારીમાં લાભ અને જાહેર માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ઘિ થવાનો સંકેત છે
 
ઘન-આજનો દિવસ આપના માટે આર્થિક લાભનો હોવાનું ગણેશજી કહે છે. નોકરિયાત વર્ગ માટે નોકરીમાં બઢતીની અને આવકની વૃદ્ઘિની શક્યતા છે, સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય સારું રહે. ૫રિવારમાં સુખ શાંતિ જળવાય. વિરોધીઓની ચાલ નિષ્‍ફળ બનશે. કાર્યમાં યશપ્રાપ્તિ થાય. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય.
 
મકર-દુવિધાઓમાં અટવાયેલું આપનું મન નિર્ણયશક્તિને નબળી બનાવશે. મહત્‍વના નિર્ણયો આજે ન લેવા. સંતાનો અંગે ચિંતા ઉદભવે. કાર્ય નિષ્‍ફળતાથી હતાશા અનુભવાય. માનહાનિ થવાનો સંભવ રહે. પેટને અને પાચનતંત્રને લગતી ફરિયાદોથી સ્‍વાસ્‍થ્‍ય બગડે. યાત્રા, પ્રવાસ મુલતવી રાખવા.
 
કુંભ-અગત્‍યના કાર્યોને નિર્ણય ન લેવાની આ૫ને સલાહ આપે છે. નવા કાર્યના શ્રી ગણેશ કરવા માટે આજે દિવસની શરૂઆતમાં શુભ સમય છે ૫રંતુ બપોર ૫છી સાંજ ૫છી આ૫ની માનસિક વ્‍યગ્રતા વધશે. ‍માલમિલકત સંબંધી દસ્તાવેજો કરવા માટે અનુકુળ સમય નથી. વિદ્યાર્થીઓ માટે મધ્‍યમ દિવસ છે.  
 
 મીન-માતાની તબિયત અંગે નવા કાર્યોનો આરંભ કરી શકશો. ભાઇબહેનો સાથે આનંદપૂર્વક સમય વીતાવશો. વૈચારિક સ્થિરતા સાથે અગત્‍યના નિર્ણયો લઇ શકશો. હરીફો અને શત્રુઓ સામે વિજય મેળવશો. લાગણીસભર સંબંધો બંધાય. ભાગ્‍યવૃદ્ઘિ થાય. પ્રીયતમાના સહવાસથી આનંદ અનુભવો. સ્‍વજનોની મુલાકાત અને જાહેર માન પ્રતિષ્‍ઠા મળવાથી પ્રસન્‍નતા મળશેચિંતિત હશો. આ૫ની લાગણીને ઠેસ ના ૫હોંચે તેનો ખ્‍યાલ રાખશો

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vastu Tips - તમારા ઘરમાં સૂર્યની રોશની આવશે તો થશે આ લાભ