Publish Date: Sat, 02 Jun 2018 (00:25 IST)
Updated Date: Fri, 01 Jun 2018 (14:38 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે. રજુ છે 2 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી
તારીખ 2 ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 2 રહેશે. આ મૂલાંકને ચંદ્ર ગ્રહ સંચાલિત કરે છે. ચન્દ્ર ગ્રહ મનનો કારક હોય છે. તમે ખૂબ જ ભાવુક છો. તમારો સ્વભાવ શંકાળુ પણ હોય છે. તમારી નબળાઈ છે કે તમે બીજાના દર્દથી પરેશાન થઈ જાવ છો. તમે માનસિક રૂપે તો સ્વસ્થ છો પણ શારીરિક રૂપે કમજોર છો. ચંદ્ર ગ્રહ સ્ત્રીનો ગ્રહ માનવામાં આવે છે. તેથી તમે એકદમ કોમળ સ્વભાવના છો. તમારામાં બિલકુલ અભિમાન નથી. ચન્દ્ર સમાન તમારા સ્વભાવમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળે છે. જો તમે ઉતાવળ ત્યજી દો તો તમારુ જીવન સફળ થાય છે.
શુભ તારીખ : 2, 11, 20, 29
શુભ અંક : 2, 11, 20, 29, 56, 65, 92
શુભ વર્ષ : 2027, 2029, 2036
ઈષ્ટદેવ : ભગવાન શિવ, બટુક ભૈરવ
શુભ રંગ : સફેદ-આછો ભૂરો-સિલ્વર ગ્રે
મૂલાંક 2નો સ્વામી ચંદ્ર છે. અને વર્ષનો સ્વામી બુધ છે અને આ બંને વચ્ચે શત્રુતા છે. આ વર્ષ ખૂબ સમજદારીથી ચાલવુ પડશે. લેખન સંબંધિત બાબતોમાં સાવધાની રાખજો. જોયા વગર કોઈ કાગળ પર હસ્તાક્ષર ન કરશો.
કોઈ નવીન કાર્ય યોજનાઓની શરૂઆત કરતા પહેલા મોટેરાની સલાહ લો. વેપાર-વ્યવસાયની સ્થિતિ ઠીક ઠીક રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સાચવીને ચાલવાનો સમય છે. પારિવારિક વિવાદ પરસ્પર મેળાપ દ્વારા ઉકેલો.
મૂલાંક 2ના પ્રભાવવાળા વ્યક્તિ
webdunia
Publish Date: Sat, 02 Jun 2018 (00:25 IST)
Updated Date: Fri, 01 Jun 2018 (14:38 IST)