સનાતન ધર્મમાં ધાર્મિક અનુષ્ઠાનો ધાર્મિક સંસ્કારો અને શુભ અવસરો પર ઘણી બધી સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે. . જેનાથી દેવી--દેવતાઓને પ્રસન્ન કરી શકાય છે. આમ તો બધી સામગ્રીઓનું પોતાનું અલગ મહત્વ છે પણ ઘી નુ વિશેષ સ્થાન છે. જુદા-જુદા પ્રકારના ઘી બજારમાં સરળતાથી મળે છે. પણ ગાયના દૂધથી બનેલ ઘી દેવી -દેવતાઓને અર્પણ કરવું જોઈએ.
હિંદૂ ધર્મમાં ગાયને માતાનું સ્થાન મળ્યું છે અને હમેશા ગાયની પૂજા કરવામાં આવે છે અને તેમાં 36 કરોડ દેવી-દેવતાઓનો વાસ ગણાય છે. ગાયના ઘી નો દીવો પ્રગટાવવો અને તેનાથી બનેલ પ્રસાદનો ભોગ લગાવવાથી દેવી- દેવતા શીઘ્ર કૃપા વરસાવે છે.
વૈજ્ઞાનિક નજરે જોઈએ તો 10 ગ્રામ ગાયના ઘી દ્વારા હવન કરવાથી વાયુ-મંડળમાં આશરે 1 ટન ફ્રેશ ઑકસીજનનો નિર્માણ કરી શકાય છે. આથી આપણા ઋષિ મુનિયો મંદિરોમાં ગાયના ઘીનો દીવો અને ધાર્મિક અનુષ્ઠાનમાં એનો પ્રયોગ કરવાનું કહ્યું છે. આ ઘી માં વાતાવરણમાં ફેલાતા પરમાણુ વિકિરણોને હટાવાવાની અદભુત ક્ષમતા હોય છે.
- સાંજના સમયે ઘરમાં કેસર નાખી ઘીનો દીપક પ્રગટાવાથી રોગોનો નાશ થાય છે.
- દાંપત્યના ઝઘડાને પ્રેમમાં ફેરવવા માટે રાતે સૂતા પહેલા વાસણ ઘસવાના સ્થાનને સાફ કરીને ગાયના ઘીનો દીપક પ્રગટાવો.
- સોમવારે શિવલિંગ પર ગાયનું ઘી અર્પિત કરો આથી શારીરિક બળ મળે છે.