Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાપ્તાહિક રાશિફળ - 16 અપ્રેલથી 22 એપ્રિલ

સાપ્તાહિક રાશિફળ - 16 અપ્રેલથી 22 એપ્રિલ
, રવિવાર, 16 એપ્રિલ 2017 (07:00 IST)
મેષ- આ અઠવાડિયાના સમયે સૂર્ય તેમની ઉચ્ચ રાશિ મેષથી અશ્વિની નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યા છે જેનાથી આર્થિક વિષયો અને સંતાનના બાબતમાં શુભ પરિણામ મળશે. સંતાનની પ્રાપ્તિથી મન હર્ષિત થશે. શારીરિક અને માનસિક સ્થિતિ મજબૂત થશે. ચાલી રહ્યા પોજેક્ટસ પૂર્ણ થશે જેનાથી આત્મંતોષ થશે અને નવા કાર્ય 
માટે આત્મવિશ્વાસ વધશે. ભાગ્યેશ અને વ્યયેશ ગુરૂ છ્ઠા સ્થાનમાં હસ્ત નક્ષત્રમાં વક્રી થઈને ભ્રમણ કરી રહ્યા છે જે ભાગ્ય વૃદ્ધિમાં અવરોધ ઉભું થઈ શકે છે. ધાર્મિક યાત્રાની શકયતા વધશે. 21, 22 તારીખાઅ મધ્ય પારિવારિક સંબંધ, આર્થિક વિષયો, નિજી સંબંધ, દાંમપ્ત્ય જીવન, સાર્વજનિક સંબંધમાં મધ્યમ ફળ મળશે. આથિક લેન-દેનમાં અવરોધનો સામનો કરવું પડી શકે છે. શેયર બજારમાં સંભળીને નિવેશ કરવું. 
 
વૃષભ- આ અઠવાડિયા અને આગળના કેટલાક દિવસો જન્મ સ્થાનમાં દૂર જતા અને લાંબી દૂરીની યાત્રાના યોગ બને છે. આ સમયે તમે ઘર બદલી શકો છો કે તમારા સ્થાનમાં પરિવર્તન પણ થઈ શકે છે. ધન સંપત્તિના નુકશાનની આશંકા છે અપ્રત્યાશિત ખર્ચ થઈ શકે છે . તમારો ગર્વ અને આત્મવિશ્વાસ મજબૂત થશે. તમારા સ્વભાવમાં સ્થિરતા રહેશે. તમારા અધીંસ્થ કર્મચારિઓના ઉપર દબાણ બનાવશો. જીવનસાથી સાથે તાલમેળ બન્યું રહેશે. કોર્ટ કે સરકારી કામમાં અવરોધ આવી શકે છે. વાણી પર સંયમ રાખવું વિવાદની શકયતા છે. 
મિથુન- અઠવાડિયાની શરૂઆતમાં 16 તારીખના દિવસે ચંદ્રમા વૃશ્ચિક રાશિમાં ગોચર કરી રહ્યા છે. રાશિથી છટમા ઘરમાં ચંદ્રમાનો આ ગોચર અનૂકૂલ નહી. દુશ્મનોથી સાવધાન રહેવું. કામમાં ધ્યાન રાખવું. આરિગ્ય પ્રત્યે બેદરકારીથી બચવું. નોકરીમાં કોઈ થી ન લડવું. 17, 18 તારીખના દિવસે દાંપત્ય જીવન, સાર્વજનિક જીવન , વ્યકતિગત જીવન અને વ્યાપારમાં વિવાદ થઈ શકે છે. વાણી અને વ્યવહાર બન્ને સંયમ રાખવાની સલાહ છે. 19, 20, 21 તારીખના દિવસે મકરનો ચંદ્ર તમારી રાશિથી આઠમા ઘરમાં ભ્રમણ કરી રહ્યા છે. વાહન ચલાવતા સમયે ધ્યાન રાખવું. ધાર્મિક વિષયોમાં રૂચિ વધશે. 22 તારીખના દિવસે રાશિથી નવમા સ્થામમાં ચંદ્રમાનો ગોચર ભાગ્ય વૃદ્ધિમાં સહાયક રહેશે. કુલ મિલાવીને આ અઠવાડિયા શુભ પરિણામ મળશે. 
 
 
 

કર્ક- આ અઠવાડિયા તમારા માટે ભાગદોડ વાળું રહેશે. સરકારી કામ, વરિષ્ટ અધિકારીઓથી ભેંટ વગેરેમાં વયસ્ત રહેશો. સરકારી નોકરી કરતા જાતકને કામકાજમાં પણ વૃદ્ધિ થઈ શકે છે. 16, 17, 18 તારીખના દિવસે તમને સરકારી ઑફિસમાં કોઈ કામથી જવું પડી શકે છે. લાંબા સમયથી કોઈ સરકારી કે કાનૂની કામ રોકાયેલા હોય તો આ સમયે તેનું સમાધાન થઈ શકે છે. પૈતૃક સંપત્તિ સંબંધી વિવાદમાં પણ તમારા પક્ષમાં સમાધાન કે નિર્ણય આવવાની શકયત રહેશે. અઠવાડિયાની શરૂઅતમાં કામમાં મોડું થશે. એકાધ વાર તમને ધક્કો ખાવું પડી શકે છે. ત્યારબાદ તમને સફળતા મળશે. 19, 20, 21 તારીખના દિવસે તમને સ્વાસ્થયની દ્ર્ષ્ટિથી સાવધાની રાખવી પડશે. દુશ્મન તમારા ઉપર હાવી થવાના પ્રયાસ કરશે. હૉસ્પીટલ કે ડાક્ટર પાસે જવું પડે શકે. કોર્ટ બાબતથી સંબંધિત વિષયમાં કોઈ અનાપેક્ષિત સમસ્યા સામે આવી શકે છે. કોઈની સાથે બિનજરૂરી વિવાદ થઈ શકે છે. અઠવાડિયાના અંતિમ ચરણ ધાર્મિક વિષયોમાં તમારી રૂચિ વધશે. સાર્વજનિક જીવનમાં સક્રિયતા વધશે. ગર્ભવતી મહિલાઓ આ સમયે સાવધાની રાખવી.

 
સિંહ- માતાની સાથે કોઈ મતભેદ ન હોય તે ખાસ ધ્યાન રાખવું. 17, 18તારીખન સમયે ચંદ્ર શનિની સાથે પાંચમા ઘરમાં ભ્રમણ કરશે, તેથી અશાંતિનો વાતાવરણ અનૂભવ કરશો. કોઈ ન કોઈ ચિંતા સતાવશે. વિદ્યાર્થીઓ માટે સમાજ અનૂકૂળ નહી હોવાના કારણે તેને વધારે એકાગ્રતાની સાથ અભ્યાસ કરવું પડશે. પ્રવાસમાં મુશ્કેલી આવવાની શકયતા હોવાથી આ સમયે ઈ પ્રવાસ નહી કરવાની સલાહ છે. સંતાનની કોઈ સમસ્યાના કારણે પતિ-પત્નીના વચ્ચે મતભેદ અને કલેશ થઈ શકે. માનસિક અસ્વસ્થતાનો અનુભવ કરશો. 19, 20 તારીખાના સમયે ઘરમાં પહેલાથી ચલી આવી રહી મુશ્કેલીઓથી મુક્તિ મળશે. નોકરી-ધંધામાં સફળતા મળશે . કામ સારી રીતે કરી શકશો. પરિવારની સાથે આનંદપૂર્વક દિવસે વીતશે. 
 
કન્યા- અઠવાડિયા ના પહેલા દિવસની બપોર સુધી તમે જોશીલા વિચારમાં લીન રહેશો. કોઈ નવું કામ કરવાના પણ મન થશે. પણ બપોર પછી તમારામાં નિરાશજનક વિચાર આવશે. કાલ્પનિક ડર ઉભુ થશે. નોકરીયાત વર્ગને નોકરીમાં વિવાદનો સામનો કરવું પડી શકે છે. આ સમયે સ્થાનાંતરણનો યોગ બની રહ્યાઅ છે. નોકરી બદલવાના પ્રયાસ સફળ થશે.  સહકર્મિઓના વિરોધનો સામનો કરવું પડી શકે છે. કેટલા જ અહિત ઈચ્છતી તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરશે. વરિષ્ટ અધિકારીની સાથે મતભેદ થઈ શકે છે. આ સમયે જ્યાં સુધી શક્ય પ્રોફેશનલ મોર્ચા પર મીટિંગ લેવાથી બચવું. સલાહ છે કે નોકરી બદલવાથી પહેલા સારી રીતે વિચાર કરી લો. અઠવાડિયાનો ઉતરાર્ધમાં તમે પ્રેમ સંબંધમાં વધારે ધ્યાન આપશો. વિપરીત લિંગ વાળા માણસ પર વધારે ખર્ચ કરવાની શકયતા છે. 
 

તુલા- ધમેશના અષ્ટમ સ્થાનમાં જતા અને ધન લાભના સ્વામીના સામે ચંદ્ર હોવાથી લક્ષ્મીના યોગનો નિર્માણ થઈ રહ્યા છે. આ ગ્રહની સ્થિતિ લાંબા સમયેથી ફંસાયેલો ધન પરત મળવાની શકયતા છે . ધનની કમી દૂર થતી જોવાશે. ઘર પરિવારથી સંબંધિત કોઈ કામ પૂરો થશે. રાજકીય ક્ષેત્રથી લાભની આશા રાખી શકો છો. આ સમયાવધિના સમયે કોઈ કામ માટે બીજા કોઈ કારણથી વધારે લોકોથી ભેંટ થઈ શકે છે. જેનાથી નવી ઓળખ થશે. કામમાં વ્યસ્તતાના કારણે જીવનસાથીનો ગુસ્સાનો સામનો કરવું પડી શકે છે. 

 
વૃશ્ચિક- આ અઠવાડિયા તમારી રાશિનો અધિપતિ મંગળ રાશિથી સાતમા ઘરમાં એટલે દાંપત્યજીવન અને ભાગીદારીના સ્થાનમાં આવતી સાવધાની રાખવાનો સમય છે. જીવનસાથી સાથે વિવાદ થવાની શકયતા વધારે રહેશે. જેનાથી સંબંધોમાં તનાવ આવી શકે છે. જીવનસાથી સાથે વિવાદની શકયતા વધારે રહેશે. જેનાથી સંબંધોમાં તનાવ આવી શકે છે. અઠવાડિયાની શરૂઆતમાં ચંદ્ર સ્થાનમાં શનિ સાથે યુતિ આવવાથી આવક ધીમી પણ સ્થિર રહેશે. યાત્રાના આયોજનમાં એકાધ વાર ફેરબદલની શકયતા વધારે રહેશે. 18 તારીખ પછી સમયમાં તમે ફરીથી જૂના રંગ આવશે. અઠવાડિયાન મધ્યમાં મિત્રો અને ભાઈ-બેન સાથે મધુર સંબંધ રહેશે. એ મદદ માટે આગળ આવશે. 
 
ધનુ- અઠવાડિયાના પહેલો દિવસ બપોર સુધી માનસિક અરૂચિ અને ઉદ્વેગ પછી શાંતિ મળશે. બિનરૂરી ખર્ચ પર થૉડા કાબૂ મેળવશો. આવકના સ્ત્રોત વધવાની સાથે હાથમાં રોકડ રહેશે. આર્થિક ઉન્નતિના કારણે મોજ-મસ્તી અને મનપસંદ બસ્તુની ખરીદારી કરીને આનંદ મેળવશો. વિદ્યાર્થીઓની શિક્ષામાં રૂચિ વધશે. પૂર્વમાં આપેલ પરીક્ષાના પરિણામ તમારી અપેક્ષા મુજબ આવશે. જેનાઅથી તમે વધારે શિક્ષા માટે પ્રોત્સાહિત થશો. મનપસંદ ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષાને લઈને નિર્ણય લેવા અને તેમાં પ્રવેશ સંબંધી કાર્યવાહી શરૂ કરવા માટે સારું સમય છે. આ સમયે ભાગ્યનો સાથ પણ મળતું રહેશે. 
 

 
મકર- 16 તારીખના દિવસે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં હોવાથી મિત્ર મંડળી કે સમાજ દ્બારા લભ થશે. સ્ત્રી મિત્ર લાભદયી થઈ શકે છે. પારિવારિક સમસ્યાનો સમાધાન થતું અનુભવ થશે. 16 તારીખને વરિષ્ટ અધિકારીઓ દ્બારા રોકાયેલા કામ ધીમે-ધીમે પ્રગતિ મળી શકે છે. રક્તચાપથી પીડિત માણસ ખાન-પાનનો ધ્યાન રાખવું. ઉદર રોગની શકયતા રહેશે. 17 અને 18 તારીખના દિવસે બારમા સ્થાનમાં ચંદ્ર ચિંતાકારક રહેશે. તમારા કાર્યમાં મુશ્કેલી આવવાની શકયતા છે. આમ તો આ અઠવાડિયા ઘરમાં શુભ માંગળિક કાર્ય થઈ શકે છે. ઘરમાં મેહમાનોની આગમન રહેશે. તમારો સમય પ્રસન્નતા પૂર્વક વીતશે. 
 
 
કુંભ- અઠવાડિયાની શરૂઆતમાં તમે પ્રોફેશનલ બાબતોમાં વધારે રૂચિ લેશે. 17 અને 18 તારીખના દિવસે તમારી રાશિથી અગિયારમ ઘરમાં ચંદ્ર હોવાથી આવક વધશે.કોર્ટ વિવાદમાં વિજય મળશે. નોકરીમાં પદ પ્રતિષ્ઠા વધવાથી નવા કાર્યભાર સંભાળવાના અવાર મળશે અને ધંધામાં પણ ઉત્તમ આર્થિક લાભ થશે. કુલ મિલાવીને આ સમયે તમારા માટે ખૂબ અનૂકૂળ જોવાઈ રહ્યા છે. 19 અને 20 તારીખ દુશમંથી પરેશાની રહેશે. 21 તારીખના બપોર પછી અને 22, 23 તારીખના સમયે તમારામાં સકારાત્મક ઉર્જા અને જોશ જોવા મળશે. મનમાં સારા-ખરાબ વિચાર આવશે. પરિવારમાં સુખ સમૃદ્ધિ વાશે. નવા વાહનના સુખ મળી શકે છે. 

 
મીન - આ અઠવાડિયા કુલ મિલાવીને શંતિ રહેશે. 16 તારીખના સમયે તમને સરકારની તરફથી પરેશાનીઓનો સામનો કરવું પડી શકે છે. સંતાનના આરોગ્યને લઈને ચિંતિત રહી શકો છો. ભાગ્યનો સાથ મળશે. 17, 18 તારીખના સમયે યશ, કીર્તિ અને પ્રતિષ્ઠાનો લાભ મળી શકે છે. સરકારની તરફથી ફાયદો થશે. સગાઓની તરફથી લાભ મળશે. આરોગ્ય સારું રહેશે. સરકાર તરફથી માન-પ્રતિષ્ઠાની પ્રપ્તિ થશે. વરિષ્ટ અધિકારી ખુશ રહેશે.  19, 20, 21 તારીખના દિવસે આવકમાં વૃદ્ધિ થશે. વ્યાપાર ધંધામાં ફાયદો થશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નાડીદોષ શુ છે ? નાડીદોષ કોને નડતો નથી, નાડી દોષના ઉપાય