Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજની રાશિ - જાણો આજે શુ કહે છે તમારી રાશિ (24/07/2017)

webdunia
મેષ - તમે જેની અપેક્ષા નહોતી રાખી એવા શૅરમાંથી તમને આજે સારું વળતર મળશે. દરેક બાબતની ઊજળી બાજુ જોવાની આદત પાડો તો સુખી થશો.તમારી પ્રતિભાને એક્સપ્રેસ કરવામાં આજે તમે તમારા સહકર્મચારીઓ કરતાં ચડિયાતા સાબિત થશો. તમે કરેલાં સારાં કામ માટે સ્વાભાવિક રીતે જ લોકો પાસે તમારી પ્રશંસા કરાવશે. તમે જીવ રેડીને કામ કરી રહ્યા છો.

વૃષભ - તમારા મગજ પર તમારા હૃદયનું પ્રભુત્વ વધી જશે. તમારી લાગણીઓ પર કાબૂ રાખજો અને તમારા વિચારો બીજા પર થોપવાની કોશિશ નહીં કરતા. એક ખાસ વ્યક્તિને પ્રપોઝ કરવા માટે આજનો દિવસ સારો નથી.

મિથુન - બધી જ રીતે આજનો દિવસ તમારા માટે ફેવરેબલ છે તેમ છતાં નાણાકીય બાબતોમાં તમારી અપેક્ષા મુજબનું પરિણામ તમને નહીં મળે. આજે તમે ખૂબ આનંદિત અને ઉત્સાહિત છો.

કર્ક - આજે કામ અને કામને લગતી બાબતોમાં તમે અટવાયેલા રહેશો. તમે તમારાં અંગત કામોમાં જરાય સમય નહીં આપી શકો, એવું ગણેશજી જણાવે છે. તમારી પાસે રહેલી દુનિયાભરની ડેડલાઇન્સ અને અપેક્ષા બહારના બોજામાં હજી વધારો થશે.

સિંહ - તમારા નૅચરલ ચાર્મનો આજે ફાયદો ઉપાડજો. આજે ગ્રહો તમારા ફેવરમાં છે. જોકે સફળતા ઇઝિલી મળશે એ ભૂલી જજો. સફળતા મેળવવા માટે તમારે મહેનત તો કરવી જ પડશે.

કન્યા - આજે તમારા પરિવારના લોકોની ઍડવાઇઝ પર ધ્યાન આપશો. તમારા સાચા શુભેચ્છકોને જોઈને તમને ફીલ થશે કે તમે કેટલા લકી છો. તમારી પ્રામાણિકતા અને કામ કરવાની ધગશ તમારા બિઝનેસનો વિસ્તાર વધારશે.

તુલા - વાહન વગેરે મશીનરીના કામોમાં વાગવા કરવાથે બચો. સ્વભાવમાં ગરમી રહેશે. ચિડચિડાહટ રહી શકશે. ઉતાવળથી કામ બગડશે. પરિશ્રમ કરવો પડશે. ખર્ચ-લેવડ-દેવડ સમય પર થશે. પ્રવાસ યાત્રા યોગ અર્થપ્રદ. પારિવારિક દ્રષ્ટિથી વિશેષ વિપરીત અનુભવ આવશે. સ્થિતિ સામાન્ય ઓછી રહેશે. શાંતિ સંતોષ રાખો.

વૃશ્ચિક - આજે તમને અનિચ્છાએ પણ સોશ્યલાઇઝ થવા માટે મજબૂર કરશે. વિજાતીય મિત્રો આજે તમારાથી પ્રભાવિત થશે. જોકે તેમ છતાં પણ તમે એકાંતમાં મેડિટેશનમાં કેટલોક સમય વિતાવશો.

ધન - ભૂતકાળમાં કરેલી મહેનતનાં ફળ આજે ચાખશો. તમારા કાર્ડમાં પ્રમોશન કે ઇન્ક્રિમેન્ટ છે તેમ જ તમારા માર્ગમાં એક અત્યંત મોટું પૅકેજ ધરાવતી જૉબ ઑફર પણ છે.

મકર - અત્યાર સુધી જે મુશ્કેલ લાગતું હતું એ હવે સાવ સરળ બની જશે, એમ ગણેશજી પ્રિડિક્ટ કરે છે. આજે કોઈ બીજાની ભૂલની સજા તમારે ભોગવવી પડે એવું બને. જોકે ચિંતા ન કરશો સત્ય વધુ સમય સુધી છૂપું નહીં રહે.

કુંભ- તમે જે પણ કંઈ કરશો એમાં ગ્રહો તમારી ફેવરમાં છે. એકાંતમાં રહીને આગળના પ્રોજેક્ટ વિશે વિચારશો તો પણ અને પબ્લિકને ખુશ કરવાનો કોઈ માહોલ બનાવવો હોય તો પણ તમારી સફળતા નિશ્ચિંત છે.

મીન - - લાગણીઓ અંગે આશા રહે. આર્થિક બાબતોથી તણાવ દૂર થાય. કાર્યક્ષેત્ર વ્યવસાય માટે સાનુકૂળ તક મળે. દાંપત્યજીવનમાં પ્રસન્નતા સર્જાય. પ્રેમ, રોમાન્સ, મિત્ર અંગે નિરાશા વધે. કૌટુંબિક સ્વજનોથી મન દુભાશે. તંદુરસ્તી સાચવજો. યાત્રા, પર્યટનમાં મુશ્કેલી દૂર થાય.

Share this Story:

Follow Webdunia Hindi

આગળનો લેખ

Video શ્રાવણનુ પ્રથમ અઠવાડિયુ તમારા માટે લાવ્યું છે કઈક ખાસ