મહાશિવરાત્રિ ભગવાન શંકરના લગ્ન ઉત્સવના રૂપમાં ગણાય છે. શાસ્ત્રોમાં આ રાત શિવ સાથે શક્તિના મિલનની રાત પણ કહેવાય છે. એટલે આ રાત્રે પૌરૂષથી પ્રકૃતિના મિલનની રાત પણ કહેવાય છે. આ રાત્રે આપણે કઈક ખાસ ઉપાય કરીને ભગવાન શંકરને ખુશ કરીને આપણું ભાગ્ય ઉજ્જવળ કરી શકીએ છીએ.
રાશિ મુજબ આ ઉપાય કરીને તમે તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં ફેરવી શકો છો.
મેષ- સંતાન સુખ માટે શિવલિંગ પર લાલ કનેરના ફૂલ ચઢાવો.
વૃષભ- ગૃહ કલેશથી મુક્તિ મેળવવા શિવાલયમાં નારિયળના તેલનો દીપક કરો.
મિથુન- વિવાદથી મુક્તિ માટે શિવલિંગ પર સાકરથી અભિષેક કરો.
કર્ક -ધનમાં સફળતા માટે શિવલિંગ પર ધતૂરાના ફૂલ ચઢાવો.
સિંહ- મેટલ ટેશનથી મુક્તિ માટે નારિયેળમાં લાલ દોરો બાંધી શિવલિંગ પર ચઢાવો.
કન્યા- આર્થિક હાનિથી બચવા માતે શિવલિંગ પર પીપળના પાન ચઢાવો.
તુલા- ધન પ્રાપ્તિ માટે શિવલિંગ પર શેરડીના રસથી અભિષેક કરો.
વૃશ્ચિક - પ્રમોશન માટે શિવલિંગ પર બિલ્વ પત્ર ચઢાવો.
ધનુ- સૌભાગ્ય માટે શિવલિંગ પર પીળા કનેરના ફૂલ ચઢાવો.
મકર- દુર્ભાગ્યથી બચવા માટે શમીપત્ર મિક્સ જળથી શિવલિંગનો અભિષેક કરો.
કુંભ- સુખી દાંપત્ય માટે તલના તેલથી શિવલિંગનો અભિષેક કરો.
મીન- શત્રુઓથી મુક્તિ મેળવવા માટે કેસર મિક્સ જળથી શિવલિંગનો અભિષેક કરો.