જ્યોતિષીય શોધથી જાણ થઈ છે કે કયા દિવસે કંઈ ઘટનાઓ વધુ કે ઓછી થાય છે. જો કે ત્યારબાદ એક સર્વે પણ થયો છે. શાસ્ત્રોમાં પણ વાર અને તિથિને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. જ્યોતિષ મુજબ દરેક વાર જુદા જુદા કાર્યો માટે બનેલો છે. જો કે હજુ આ સંબંધમાં વધુ સંશોધન કરવાની જરૂર છે. આ શોધનો નિચોડ અહી રજૂ કરીએ છીએ.
1. સોમવાર : સોમવારે રોકાણ કરવુ શુભ ગણાય છે. જો તમે સોનું, ચાંદી કે શેરમાર્કેટમાં રોકાણ કરવાનો વિચાર કરી રહ્યો હોય તો એ માટે સોમવાર પસંદ કરો.
2. મંગળવાર : મંગળવાર સેક્સ માટે ખરાબ છે. તેથી આ દિવસે સેક્સ કરવાનું ટાળવુ જોઈએ મંગળવારને ઘણા ધર્મોમાં બ્રહ્મચર્યનો દિવસ પણ માનવામાં આવે છે. આ દિવસે તમે સેક્સ મનથી કરી પણ નહી શકો. આ દિવસ શક્તિ એકત્રિત કરવાનો દિવસ છે.
3. બુધવાર : સર્વેક્ષણ દ્વારા જાણ થઈ છે કે સોમવાર અને શનિવારે જ્યા એક બાજુ ઓફિસમાં કામ ઓછા થાય છે, તેમ જ બીજી બાજુ મંગળવારે વધુ. પણ ઓફિસમાં બુધવારને સૌથી શ્રેષ્ઠ દિવસ જાહેર કરવામાં આવ્યો છે.
4. ગુરૂવાર : જો તમે કોઈ ખરાબ ટેવના શિકાર થયા છો - જેવા કે સિગરેટ, તંબાકુ, દારૂ વગેરે તો તેને છોડવા માટે તમે ગુરૂવારનો દિવસ પસંદ કરો. કારણ કે ગુરૂવારે આ કુટેવો છોડતી વખતે તમારી અંદર સંકલ્પની અધિકતા હોય છે અને આ પવિત્ર દિવસ પણ છે. તેથી ગુરૂવારને ખરાબ આદતો છોડવાનો દિવસ માનવામાં આવ્યો છે.
5. શુક્રવાર : શુક્રવારને સેક્સ માટે સારો દિવસ માનવામાં આવે છે. પણ સર્વે દ્વારા જાણ થઈ છે કે શુક્રવાર નોકરીમાંથી કાઢી મુકવાનો દિવસ પણ છે. તેથી એ સારુ કહેવાશે કે તમે એ દિવસે ખાટું ન ખાવ તો આ દિવસે તમારી સાથે સારુ જ થશે.
6 શનિવાર : શનિવારને ક્ષમા માંગવાનો દિવસ પણ માનવામાં આવે છે, પણ સર્વે દ્વારા આ જાણ થઈ છે કે બાળકોને જન્મ આપવા માટે શનિવાર શ્રેષ્ઠ છે. શનિવાર દારૂ પીવી સૌથી ઘાતક માનવામા આવે છે. આને કારણે તમારા શાંત જીવનમાં ઉથલ પાથલ મચી શકે છે.
7. રવિવાર : રવિવાર સારા સારા પકવાન ખાવા માટેનો ઉત્તમ દિવસ છે. પણ સાચુ માનીએ તો ખાવાનું બનાવવા માટે રવિવાર સૌથી ખરાબ દિવસ છે. જેનો મતલબ છે કે સ્ત્રીઓ ઈચ્છે છે કે આ દિવસે તેમને પણ કિચનમાંથી છુટકારો મળે