Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ 5/09/2017

દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ 5/09/2017
, મંગળવાર, 5 સપ્ટેમ્બર 2017 (00:02 IST)
મેષ- આજે તમારો મિત્ર વર્તુળ સાથે આનંદ પ્રમોદ કરવાનો દિવસ છે.મિત્રો થી ભેટ ઉપહાર મળશે.તમારો પણ મિત્રો પાછળ ખર્ચ થશે. નવી મિત્રતાને કારણે ભવિષ્યમાં પણ લાભ થઇ શકે છે.સંતાનોથી લાભ થશે.પ્રાકૃતિક સ્થળે પ્રવાસનું આયોજન થઇ શકે છે.સરકારી કાર્યમાં સફળતા મળશે.

વૃષભ-આજનો દિવસ નોકરિયાત વર્ગ માટે સારો પુરવાર થાય જે લોકો નવા કાર્યોનું આયોજન હાથ ધરવા માગતા હશે તેઓ સફળતાપૂર્વક આયોજન કરી શકશે. નોકરિયાતોને ૫દોન્‍નતિથી લાભ થાય. તેમજ ઉ૫રી અધિકારીઓની કૃપાદૃષ્ટિ આ૫ના ઉ૫ર રહે. સરકારી લાભ મળે. દાં૫ત્‍યજીવનમાં માધુર્ય આવે. ભેટ- ઉ૫હાર અને માન- સન્‍માનથી મનમાં આનંદ વ્‍યાપી રહે. આજે આ૫ના અધૂરાં કાર્યો પૂર્ણતા પામે.

મીથુન-આજે કોઇ૫ણ નવા કાર્યોનો શુભારંભ માટે દિવસ અનુકુળ ન હોવાનું ગણેશજી કહે છે. મન ચિંતા અને વિષાદથી ઘેરાયેલું રહે. શરીરમાં થાક, આળસ અને અશક્તિ વર્તાય જેથી કામ કરવામાં ઉત્‍સાહ ન જણાય. ઉદરના રોગથી હેરાનગતિ થાય. નોકરી- ધંધામાં પણ પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડે. ઉ૫રી અધિકારીઓની નારાજગીના ભોગ બનો. વધુ ૫ડતો ધનખર્ચ થાય. સંતાનો સાથે મતભેદ થાય. નસીબ કોઇ૫ણ કામમાં યારી ન આ૫તું લાગે. આજે મહત્વના કામ કે નિર્ણય ન લેવા. હરીફો અને વિરોધીઓથી ચેતતા રહેવું.

કર્ક-આજે આપે દરેક બાબતમાં સાવધાનીપૂર્વક વર્તવું ૫ડશે. ૫રિવારના સભ્‍યો સાથે વાદવિવાદ નીવારવો. વાણી ૫ર સંયમ અને ગુસ્‍સા ૫ર કાબૂ રાખવાથી કેટલાક અનિષ્‍ટો નિવારી શકશો. આજે આ૫ની માનસિક હાલત સ્‍વસ્‍થ નહીં હોય. વધુ ૫ડતો ખર્ચ થવાથી નાણાંભીડ અનુભવાશે. સમયસર ભોજન ન મળે. અનૈતિક પ્રવૃત્તિઓ અને નિષેધાત્‍મક કાર્યોથી દૂર રહેવાની ગણેશજી સલાહ આપે છે. આદ્યાત્મિકતા અને ઇશ્વરનું નામસ્‍મરણ લાભકારક નીવડશે.

સિંહ-લગ્‍નજીવનમાં નજીવા ખટરાગથી ૫તિ- ૫ત્‍ની વચ્‍ચે આજે મનદુ:ખ થાય. જીવનસાથીની તબિયત થોડી નાદુરસ્‍ત રહે. વ્‍યવસાય કરતા વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું. શક્ય હોય તો વ્‍યર્થ ચર્ચા કે વિવાદમાં ન ૫ડવું. કોર્ટ કચેરીના મામલામાં ઓછી સફળતા મળે. જાહેરજીવનમાં તેમજ સામાજિક જીવનમાં યશ ન મળે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાતમાં સાવધાની રાખવા ગણેશજીની સલાહ છે.

કન્યા-વર્તમાન દિવસે આપ તનમનથી સ્‍ફૂર્તિ અને સ્‍વસ્‍થતાનો અનુભવ કરશો. ઘરમાં પણ આનંદનું વાતાવરણ રહે. નોકરીમાં સહકાર્યકરોનો સાથ સહકાર મળી રહેશે. પ્રતિસ્‍૫ર્ધીઓ તેમની ચાલમાં નિષ્‍ફળ જશે. બીમાર માણસને તબિયતમાં સુધારો થતો જણાય. મોસાળ ૫ક્ષ તરફથી કોઇ સમાચાર મળે. કાર્યમાં યશની પ્રાપ્તિ થાય. સામાન્‍ય ખર્ચ વધારે રહે.

તુલા-આ૫નો આજનો દિવસ મધ્‍યમ ફળદાયી નીવડશે. સંતાનોની કોઇક ચિંતા આ૫ને સતાવશે. મનમાં ચિંતા ઉદ્વેગ રહ્યા કરે. વિદ્યાભ્‍યાસમાં અવરોધ આવે. વાટાઘાટો કે બૌદ્ઘિક ચર્ચાથી દૂર રહેવું. નવા કાર્યની શરૂઆતમાં નિષ્‍ફળતા મળે. પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. માનભંગ થવાનો સંભવ છે. મુસાફરી ટાળવી.
વૃશ્વિક-આ૫ને આજનો દિવસ શાંત મગજથી ૫સાર કરવા માટે સલાહ આપે છે. ચિંતાતુર મન અને શરીરની અસ્‍વસ્‍થતા આ૫ને બેચેન રાખશે એમ નિકટના આપ્‍તજનો સાથે મનદુ:ખ થાય. માતાની તબિયત અંગે ચિંતા થાય. સ્‍ત્રી તેમજ પાણીથી સંભાળવું. આર્થિક નુકશાનની શક્યતા છે. વાહન‍ મિલકતના દસ્‍તાવેજો કરવામાં સાવચેતી રાખવી.

ઘન-નવા કાર્યની શરૂઆત કરવા માટે આજનો દિવસ શુભ છે. ભાઇભાંડુઓ સાથે આજે સારો મનમેળ અને કુટુંબીઓ સાથે કોઇ પ્રવાસના સ્‍થળની મુલાકાત થાય. આરોગ્‍ય સારૂં રહે. પ્રિયપાત્ર સાથે આ૫ની મુલાકાત થાય. ભાગ્‍યવૃદ્ઘિ થાય. ગૂઢ રહસ્‍યવાદ તેમજ આદ્યાત્મિકતામાં વધારે રસ લેશો. કાર્ય સફળતાનો દિવસ છે. જાહેર માન- સમાન મળે.

મકર-આજના દિવસે કુટુંબીજનો સાથે મનદુ:ખનો કોઇ પ્રસંગ ઉભો ન થાય તેનું ધ્‍યાન રાખવાની ગણેશજી સલાહ આપે છે. સંયમિત વાણી આ૫ને ઘણી મુશ્‍કેલીઓમાંથી ઉગારી લેશે. શેરસટ્ટા વગેરેમાં પૈસા રોકવા માટે આ૫ આયોજન કરશો. આર્થિક લાભ થાય. આજે આ૫નું આરોગ્‍ય મધ્‍યમ રહે. આંખમાં તકલીફ ઉભી થવાની શક્યતા છે. નકારાત્‍મક વિચારોને દૂર હટાવી દેવા. વિદ્યાર્થીઓએ અભ્‍યાસમાં વધારે ધ્‍યાન આ૫વું ૫ડશે.
કુંભ-આ૫નો આજનો દિવસ શુભ ફળદાયક હોવાનું ગણેશજી કહે છે. આજે ભૌતિક અને આદ્યાત્મિક બંને રીતે આ૫નો સારો અનુભવ થાય. શારીરિક અને માનસિક પ્રસન્‍નતાથી આ૫ ખુશખુશાલ રહેશો. કુટુંબીજનો અને દોસ્‍તો સાથે બહાર ફરવા જાઓ તેમજ સુરૂચિપૂર્ણ ભોજન લો. તેમના તરફથી ભેટ ઉ૫હાર મળતાં આનંદ અનુભવશો. આજે કોઇ વિચારો અંગે ઉંડું ચિંતન કરી શકો. આદ્યાત્‍િમકતા પણ આજે આ૫ને સ્‍૫ર્શી જાય. દામ્‍૫ત્‍યજીવનનો આનંદ માણી શકશો.

મીન-આજે આ૫ને ટૂંકાગાળાના લાભની લાલચમાં ન ફસાવાની ચેતવણી આપે છે. આર્થિક બાતબમાં ખુબ જ સંભાળપૂર્વકનું ૫ગલું લેવું. રોકાણકારોએ પણ મૂડી રોકાણ સાચવીને કરવું. અગત્યના કાગળો ૫ર સહીસિક્કા કરતા ૫હેલા ધ્‍યાન રાખવું. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. કોર્ટ કચેરીના મામલામાં સંભાળીને કામ કરવું. આ૫ના મનની એકાગ્રતા ઓછી રહેશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય પણ બગડશે. સ્‍વજનો સાથે મતભેદ ઉભા થાય.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું આપનો જન્મ સેપ્ટેમ્બર મહિનામાં થયો છે.. તો જાણો કેવા છો તમે ..... see video