Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુ તમારો જન્મ ડિસેમ્બરમાં થયો છે.. તો જાણો કેવા છો તમે

શુ તમારો જન્મ ડિસેમ્બરમાં થયો છે.. તો જાણો કેવા છો તમે
, સોમવાર, 4 ડિસેમ્બર 2017 (09:02 IST)
તમારો જન્મ કોઈપણ વર્ષમાં ડિસેમ્બર મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે એક નંબરના આળસુ છો. તમારામાં ખુદને લઈને એક પ્રકારનુ અભિમાન હોય છે. બીજા પર નિર્ભર રહેવાની પ્રવૃત્તિ રહેવાને કારણે તમે ઘરના લોકો સાથે વિવાદ કરતા રહો છો. ઘર અને બહાર બધા પાસે તમને વધુ પડતી અપેક્ષાઓ હોય છે. જ્યારે કે સામાન્ય રીતે તમે કોઈની પણ અપેક્ષા પર ખરા નથી ઉતરતા. પરિવારને ખૂબ જ પ્રેમ કરવા છતા પરિવાર સાથે જ ફરિયાદ રહે છે. 
 
તમને લાગે છે કે આખી દુનિયા તમને નથી સમજી શકતી પરંતુ સત્ય તો એ છે કે દુનિયા સાથે તાલમેલ કરીને ચાલતા તમને નથી આવડતુ. કડવુ લાગી રહ્યુ હશે પરંતુ આ સત્ય છે કે તમે હંમેશા એવુ જ ઈચ્છો કે કે બીજા તમને આપમેળે જ સમજી જાય અને વગર કોઈ શરતે તમારી પર ખૂબ જ પ્રેમ લૂંટાવે. 
 
એવુ નથી કે તમે બધી રીતે જ ખરાબ છો. તમારામાંથી જે ડિસેમ્બર સેકંડ હાફમાં થયા છે (મતલબ 15 થી 31 ની વચ્ચે) તે કમાલના કલાકાર અને દાર્શનિક હોય છે. પરંતુ જો 1 થી 14 ના વચ્ચે જન્મેલા છે તો તે આળસુ અને અકડુ હોય છે. તેમના જીવનમાં એકવાર કોઈ ઉપલબ્ધિ મળી જાય તો આખી જીંદગી તે તેને જ વળગીને રહે છે, આગળ વધવાનુ વિચારતા નથી. 
 
આમને કલ્પના લોકમાં જ વિચરણ કરવાનુ ગમે છે. સત્યથી તેઓ ખૂબ દૂર રહે છે. કેટલાક ડિસેમ્બરવાળા અમુક હદે સંવેદનશીલ હોય છે, એટલા કે સામેવાળો ખિજાય જાય પણ આ અતિ ભાવુકતાને કારણે બીજાને પરેશાન કરવાનુ નથી છોડતા. 'ઘરઘુસ્સુ' આમનુ બીજુ નામ હોઈ શકે છે. ઉન્નતિની ઘણી તકો તે આ કારણથી જ ગુમાવી દે છે કે તેમનાથી તેમનો પરિવાર નથી છૂટતો. 
 
તેમની અંદર એક વિચિત્ર પ્રકારનુ આકર્ષણ હોય છે, જો એ છોકરો છે તો 16ના વયથી જ છેલ-છબીલા નીકળશે અને છોકરી છે તો ગુપ્ત રૂપે તેના 4-5 અફેયર રહેશે. આ મહિનામાં જન્મેલા લોકોમાં કોઈ એક સામાજિક ખરાબી અવશ્ય હોય છે. દારૂ, સટ્ટો કે પછી લગ્નેત્તર સંબંધ. ડિસેમ્બર મહિનામાં જન્મેલા લોકોમાં લોકો વચ્ચે છવાય જવાની યોગ્યતા હોય છે, પરંતુ ડબલ ચરિત્રના હોવાથી દરેક તેમની આ કાબેલિયતનો ફાયદો નથી ઉઠાવી શકતા. આ લોકોમાં અદેખાઈ પણ હોય છે. 
 
આ મહિનામાં જન્મેલી છોકરીઓ ખૂબ જ ચાલાક અને કૂટનીતિજ્ઞ હોય છે. એકદમ મીઠુ બોલીને બુધ્ધુ બનાવી દે છે. સામાન્ય રીતે ઓછુ બોલવાને કારણે ઓળખાય છે, પરંતુ ઓછુ બોલવાનો મતલબ સીધા હોવુ નથી. તેમને સમજવુ મુશ્કેલ છે. પોતાના પત્તા સમય આવતા ખોલે છે. તેમની અંદર અસુરક્ષાનો ભાવ પણ વધુ હોય છે. પોતાનુ કામ બીજા પાસે કરાવવામાં નિપુણ હોય છે. 
 
ડિસેમ્બરના બીજા ભાગમાં જન્મેલા યુવાઓમાં જો થોડી પણ સ્થિરતા આવી જાય તો દુનિયા તેમની યોગ્યતાને માનશે. અસ્થિર અને ચંચળ પ્રવૃત્તિને કારણે આ લોકો સફળતા પર ધ્યાન કેન્દ્રીત નથી કરી શકતા. ખુદને શ્રેષ્ઠ માની બેસે છે તેથી ઈચ્છે છે કે ચારે બાજુથી લોકો બસ તેમના વખાણ કરે. ડિસેમ્બરમાં જન્મેલા ઘણા લોકો બંને હાથેથી મિત્રો પર ધન લૂંટાવે છે અને એટલુ કમાય પણ છે. તેમની પાસે પુષ્કળ પૈસો હોય છે. બસ, સંબંધો નથી હોતા. 
 
આ જ કારણ છે કે દિલના સારા હોવા છતા પોતાની ખોટી આદતોને કારણે એકલા પડી જાય છે. પૈસા ભરપૂર બરબાદ કરવા છતા પણ તેમની સેવિંગનો કોઈ જવાબ નહી. પોતાના પરિવાર પ્રત્યે તેમની સમર્પણ ભાવના જોવા લાયક હોય છે. પરિવાર માટે ખુદને બરબાદ કરવાનુ નથી ભૂલતા. તેઓએ સેલ્ફ ડિપેંડ બને. ડરપોલ બનશે તો પ્રગતિ નહી કરી શકે. 
 
આત્મવિશ્વાસનો હાથ પકડો પછી જુઓ તમારી પર્સનેલિટીમાં ચાર ચાઁદ લાગી જશે. તમારી કલાને નિખારો. નોકરીને બદલે બિઝનેસ કરો તો સફળ થશો. આમ પણ નોકરી કરવી તમારા ગજાની વાત નથી. તમને બીજા પાસેથી કામ કરવાની ટેવ પડી ગઈ છે, તેથી આ સ્વભાવ બિઝનેસમાં જ ચાલી શકે છે. 
 
હાલ તમને સલાહ આપીએ છીએ કે અપેક્ષા જ દુ:ખનુ કારણ છે. બીજા પાસે અપેક્ષા રાખવાને બદલે ખુદ પાસે અપેક્ષાઓ રાખો અને કલ્પના લોકમાંથી બહાર આવીને તેને પુર્ણ કરો. 
 
લકી નંબર : 1, 3, 8
લકી કલર : યેલો ના દરેક શેડ્સ, બ્રાઉન, રેડ,પરપલ 
લકી ડે ; સંડે, સેટરડે, વેંડનસડે 
લકી સ્ટોન : પન્ના અને મોતી. 
સલાહ : માછલીઓને લોટ ખવડાવો અને કોઈ મંદિરમાં ધાર્મિક પુસ્તકનુ દાન કરો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોમવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો